*સુરત મહાનગર પાલિકા સંચાલિત શાળા ક્રમાંક 40ના જમીન હક્કને લઈને નોટિસ લાગી*

સુરત:મનપા સંચાલિત શાળા ક્રમાંક 40ની જમીન હક્કને લઈ વિવાદ છેડાયો છે સલાબતપુરા વિસ્તારમાં આવેલી અબ્બાસ અબ્દુલ અલી વાસી મરીઝ પ્રાથમિક શાળા આંબાવાડી કાલીપુલ મેન રોડ ખાતે આવેલ મનપા સંચાલિત શાળાની જમીન પર બે નોટિસ લગાવવામાં આવી છે. ઉર્દુ પ્રાથમિક શાળા કેન્દ્ર નં.5 (કુમાર) ના જમીન માલિક હોવાના 2 બોર્ડ જોવા મળી રહ્યાં છે.આ જગ્યા પર સુરત મનપાની સરકારી શાળા કાર્યરત છે પરંતુ એ સ્થળ પર 2 જાહેર નોટિસ લગાવવામાં આવી છે.સુરત મહાનગર પાલિકા સેન્ટ્રલ ઝોનની જાહેર નોટિસમાં લખાયું છે કે આ જગ્યા સુરત મહાનગર પાલિકાની છે. કોઈએ આ તાળુ ખોલીને અંદર પ્રવેશ કરવો નહી