*જામનગરના ઐતિહાસિક પ્રવાસન સ્થળ લાખોટા મ્યુઝિયમની મુલાકાત લેતા 79 વિધાનસભાના ધારાસભ્ય*
જીએનએ જામનગર : ભારતીય જનતા પાર્ટીના વિકાસતીર્થ અભિયાન હેઠળ જામનગરના પ્રખ્યાત પ્રવાસન સ્થળ એવા લાખોટા મ્યુઝિયમની જામનગરના -૭૯ દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને મ્યુઝિયમમાં સ્થિત ઐતિહાસિક ચીજ વસ્તુઓની પ્રદર્શની નિહાળી હતી. જેઓની સાથે ભારત સરકારના ‘પવન હંસ’ના ડાયરેક્ટર અમીબેન પરીખ તેમ જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા પણ જોડાયા હતા.
જામનગરના -૭૯ દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેઓએ ગઈકાલે બપોરે સમય કાઢીને ભારતીય જનતા પાર્ટીના વિકાસ તીર્થ અભિયાન હેઠળ જામનગરના ઐતિહાસિક લાખોટા કોઠા ની સાથેના મ્યુઝિયમ ની મુલાકાત લીધી હતી, અને તેમાં મુકાયેલા રાજાશાહી વખતના શસ્ત્રો તથા અન્ય પેઇન્ટિંગ સહિતની સામગ્રી તેમજ ઐતિહાસિક ચીજવસ્તુ વગેરેનું નિરીક્ષણ કરાયું હતું, અને તેની જાળવણી અંગેની વ્યવસ્થા નિહાળી હતી.
થોડા સમય પહેલાં વીજળી પડવાના કારણે લાખોટા કોઠા ને ભારે નુકસાની થઈ હતી, પરંતુ મહાનગરપાલિકા દ્વારા જે જે વિભાગમાં નુકસાની થઈ હતી, તેની મરામતની કામગીરી પૂર્ણ કરી લેવાઇ છે, અને હાલમાં લાખોટા મ્યુઝિયમ માં જામનગર સહિતના મુલાકાતીઓ નિદર્શન માટે આવી રહ્યા છે. જે સ્થળની ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના અધિકારી રાજીવ જાની અને તેમની ટીમ તથા ક્યુરેટર શ્રી ચૌઘરી અને તેમની ટિમ પણ સાથે જોડાઈ હતી.