અમદાવાદ માં યુવાનો નશાના રવાડે ચઢી ગયા છે તેથી અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસ કમિશનર ઘ્વારા સ્પેશિયલ ટીમ તૈયાર કરાઈ.

દરિયાઈ માર્ગથી હવે કરોડો રુપિયાનું ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. જો કે, હવે પોલીસને પણ સેન્ટ્રલ એજન્સીની જેમ કામ કરવા માટેની ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. તમામ પોલીસ ઇન્સપેક્ટરને આ માટે પોલીસ કમિશનર, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની ટીમ દવારા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યુ છે તેમજ અમદાવાદ શહેરના તમામ પીઆઈને ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ અંગે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની સાથે NCBના અધિકારી તેમજ નિષ્ણાત વકીલની હાજરીમાં યોજાયેલા સેમિનારમાં ખાસ માહિતી આપવામાં આવી હતી.શહેરની મહત્વની એજન્સી તથા તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા. જેમાં નાર્કોટિક્સ અંગે કઈ રીતે કાર્યવાહી કરવી તે અંગેની માહિતી આપી હતી.ગુજરાતમાં તહેવારોને લઈ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિગ કરવામાં આવી રહ્યું હતું. જો કે, ખાસ ડ્રાઈવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવમાં વાહન ચેકિંગ, હોટલ ચેકિંગ તેમજ ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થ પર નજર રાખવા માટે શહેર પોલીસ ખાસ એલર્ટ પર હતી. આ અંગે કામ કરતી સીઆઇડી ક્રાઇમ વિભાગે તાજેતરમાં ખાસ હેલ્પલાઇન શરૂ કરી છે. જેમાં પણ ડ્રગ્સ અંગેની માહિતી મળતા તરત કાર્યવાહી કરવા ખાસ ટીમ બનાવી દીધી છે.

#drugs