*ગુજરાતની જનતા અને આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકરોને નવ વર્ષની શુભેચ્છા પાઠવતા ગોપાલરાયજી*
*આવનાર ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી પુરા આત્મવિશ્વાસથી વિજયના સંકલ્પ સાથે ઝંપલાવશે*
– ગોપાલરાયજી, પ્રદેશ પ્રભારી, ગુજરાત
*આમ આદમી પાર્ટી ગુજરાત એક મજબૂત ટીમ તરીકે આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉતરશે*
– કિશોરભાઈ દેસાઈ, પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી, ગુજરાત
*ગુલાબસિંહ યાદવજી અને રાજેશ શર્માજીને ગુજરાત પ્રદેશનો સહપ્રભાર સોંપવામાં આવ્યો*
તાજેતરમાં દીપાવલી પર્વનું સમાપન અને નવા વર્ષની શુભ શરૂઆત થઈ છે ત્યારે ગુજરાત રાજ્ય આમ આદમી પાર્ટી આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે તડામાર તૈયારી કરી રહી છે. ગુજરાત રાજ્યમાં ભાજપ કોંગ્રેસથી જનતા ત્રાસી છે તેવામાં વ્યવસ્થા પરિવર્તનના ભાગ રૂપે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા વચ્ચે એક વિકલ્પ તરીકે ઉભરી રહી છે.
આ અંગે આજે તારીખ 19.11.2020ના રોજ આમ આદમી પાર્ટી ગુજરાતની ગુજરાત પ્રભારી અને દિલ્હી સરકારના કેબિનેટ મિનિસ્ટર ગોપાલરાયજીની અધ્યક્ષતામાં ટેલી કોન્ફ્રન્સ યોજાઈ. જેમાં ગોપાલરાયજીએ ગુજરાતની જનતા અને આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ કાર્યકર્તાઓને દિવાળી અને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા.
ગોપાલરાયજીએ આજે જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાતની જનતા બીજેપી કોંગ્રેસનો વિકલ્પ તલાશી રહી છે તેવામાં આમ આદમી પાર્ટી એક મજબૂત પક્ષ તરીકે લોકોમાં પોતાની ઓળખ બનાવી રહ્યો છે. દિલ્હી સરકારના કરેલા કાર્યોની સુવાસ ગુજરાતમાં ફેલાઈ ચુકી છે. કેજરીવાલ સરકારની સ્વરાજ્યની વિચારધારા લોકો ગુજરાતમાં પણ ઝંખી રહ્યા છે.
ગોપાલરાયજીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ગુજરાત મજબૂત દેખાવ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને આમ આદમી પાર્ટી ગુજરાતની પ્રદેશની ટીમને તથા તમામ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી હતી.
પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશમાં તમામ ઝોન, જિલ્લા, તાલુકા, વોર્ડ લેવલે આમ આદમી પાર્ટીનું મજબૂત સંગઠન તૈયાર થઈ ચૂક્યું છે. આમ આદમી પાર્ટીની આ મજબૂત ટીમ આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બીજેપી કોંગ્રેસને જબરદસ્ત ટક્કર આપશે અને જનતાને એક મજબૂત વિકલ્પ પૂરો પાડશે.
આ સાથે ગોપાલરાયજી દ્વારા પ્રદેશ વરિષ્ઠ સહ પ્રભારી તરીકે ગુલાબસિંહ યાદવજી અને સહ પ્રભારી રાજેશ શર્માજીના નામની વિધિવત જાહેરાત કરી હતી અને ગુજરાતનો સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યો હતો. આ અંગે ગુજરાત આમ આદમી પાર્ટી પ્રદેશ ટીમ તરફથી તેમની નિયુક્તિને ઉમળકાભેર આવકારવામાં આવી હતી અને તેમની સાથે મળીને ગુજરાત પ્રદેશની સમગ્ર સ્તરની ટીમ સંકલન અને સંગઠનલક્ષી મજબૂતી સ્થાપિત કરશે તેવો એકમત સુર વ્યક્ત કર્યો હતો.
ડૉ ઇર્સાન ત્રિવેદી
મિડિયા કો ઓર્ડીનેટર
આમ આદમી પાર્ટી
ગુજરાત
8140034567