*હરિયાણા ખાલી પડેલી બે રાજ્યસભા સીટ માટે નેતાઓનું હોર્સ ટેડ્રિંગ*

હરિયાણામાં ખાલી થયેલી રાજ્યસભાની બે સીટ માટે 26 માર્ચના રોજ ચૂંટણી યોજાશે. જેને લઈ નેતાઓએ અત્યારથી જ લોબિંગ શરૂ કરી દીધું છે. એક સીટ પર રાજ્યસભામાં પહોંચેલા રામકુમાર કશ્યપે આપેલા રાજીનામા બાદ ખાલી થઈ છે. જ્યારે બીજી સીટ 9 એપ્રિલે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ કુમારી શૈલજાનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે. ત્યારે હવે આ બંને સીટને લઈ ભાજપ-જેજેપી ગઠબંધન અને કોંગ્રેસે લોબિંગ કરવાનું શરૂ કરી દીધું છે.