*ટ્રમ્પને ફરી જગત જમાદાર થવાના અભરખા જાગી ગયા, કાશ્મીર મામલે કરી આ ઓફર*

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ભારતની મુલાકાતે આવ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિએ કાશ્મીર પર મધ્યસ્થતાની વાત વધુ એક વખત કરી છે. દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કાશ્મીર મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપતા ડોનાલ્ડ ટ્રંપે કહ્યુકે, કાશ્મીર પર મધ્યસ્થતાને લઈને જો હું કંઈ પણ કરી શકુ તો હું કરીશ. પરંતુ જો બંને દેશ ઈચ્છશે તો જ. આતંકવાદ સામે ભારત અને અમેરિકા એક છે. પીએમ મોદી આતંકવાદને લઈને ખૂબ જ મજબૂત છે.