*એ.સી.બી. સફળ ટ્રેપ* 

*એ.સી.બી. સફળ ટ્રેપ
    * ટોલ ફ્રી ૧૦૬૪*

ફરીયાદી : એક જાગૃત નાગરિક

આરોપી : ફારૂક મસરૂફ અહેમદ કુરેશી, હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર, વર્ગ-૨, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન, અમદાવાદ.

ગુનો બન્યા : તા.૧૨.૧૦.૨૦૨૧

લાંચની માંગણીની રકમ : રૂ.૧૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ : રૂ.૧૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૧૦,૦૦૦/-

ગુનાનું સ્થળ : એરપોર્ટ સર્કલ પાસે, એરપોર્ટ ઇનવન હોટેલના ટેરેસ ઉપર, એરપોર્ટ રોડ, સરદારનગર, અમદાવાદ.

ગુનાની ટૂંક વિગત : આ કામના આરોપી અ.મ્યુ.કોર્પોરેશન માં ઢોર પકડવાની ગાડીમાં નોકરી કરતા હોઇ, ફરીયાદીની ગાયો નહી પકડવાની અને કેસ નહી કરવાના દર મહિને લાંચ પેટે રૂ.૧૦,૦૦૦/- ની માંગણી કરે છે અને જો ન આપે તો કેસ કરવાની ધમકી આપે છે. ગઇ કાલે ફરીયાદીના મોબાઇલ ફોનમાં આરોપીએ ફોન કરી હપ્તા ના રૂ.૧૦,૦૦૦/- તથા દિવાળી બોનસ પેટે રૂ.૧૦,૦૦૦/- મળી રૂ.૨૦,૦૦૦/-ની માંગણી કરેલ, જેથી ફરીયાદી પાસે પૈસાની વ્યવસ્થા નહી હોવાનુ કહેતા આરોપીએ હપ્તાના રૂ.૧૦,૦૦૦/- આપી જવાનુ કહેલ.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર સંપર્ક કરી એ.સી.બી.ને ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે આજ રોજ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રૂપિયા ૧૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી, સ્વીકારી  સ્થળ ઉપર પકડાઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબત

નોંધ : ઉપરોક્ત આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
 
ટ્રેપીંગ અધિકારી : શ્રી એસ.એમ.પટણી, પો.ઇન્સ., અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારી :શ્રી કે.બી. ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ, અમદાવાદ.