*આજે છેલ્લો દિવસ Go Air એરલાઈન્સમાં ફક્ત 957 રૂપિયામાં*

તમારા બજેટમાં ફ્લાઈટ ટિકિટ બુક કરાવવા માંગો છો તો Go Air તમારા માટે બહુજ શાનદાર ઓફર લઈને આવી છે. આ ઓફર હેઠળ Go Air તમને ઘણા રૂટ્સ પર ટિકિટ ઉપલબ્ધ કરાવી રહી છે. કંપની Go Air Go Fly Sale હેઠળ 26 ફેબ્રુઆરી સુધી ઘણા રૂટ્સ પર બહુજ ઓછી કિંમતમાં ફ્લાઈટની ટિકિટ આપી રહી છે. ત્રણ દિવસનો આ સેલ 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ઓફર હેઠળ તમે બહુજ આકર્ષક કિંમતો પર ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પણ બુક કરાવી શકો છો. આ સેલમાં એરલાઈન્સ સ્થાનિક રૂટ પર ફક્ત 957 રૂપિયામાં ટિકિટ બુક કરાવવાની તક આપી રહી છે. જ્યારે કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે શરૂઆતની કિંમત 5,295 રૂપિયા રાખવામાં આવી છે. આ સેલ હેઠળ 11 માર્ચથી 15 એપ્રિલ 2020 સુધીમાં યાત્રા કરી શકો છો.
*આ રૂટ પર છે સૌથી સસ્તી ટિકિટ*
GoAir Go Fly Sale હેઠળ કંપની અમદાવાદથી ઈંદોરની વચ્ચે સૌથી સસ્તા દરે એટલેકે 957 રૂપિયામાં ટિકિટ આપી રહી છે. જ્યારે બેંગ્લોરથી કોલંબો સુધી ફક્ત 5,295 રૂપિયામાં ટિકિટ બુક કરાવી શકાશે.એવી જ રીતે કંપની કોચ્ચીથી બેંગ્લોર માટે 1,059 રૂપિયા, કોલકાતાથી ભુવનેશ્વર 1,529 રૂપિયા, ઈંદોરથી નવી દિલ્હી 1,543 રૂપિયા, પૂણેથી બેંગ્લોર 1,590 રૂપિયા, મુંબઈથી બેંગ્લોર 1,654 રૂપિયા, હૈદરાબાદથી ગોવા 1,659 રૂપિયામાં ટિકિટ બહુજ સસ્તા દરે આપી રહી છે.
*ઈંટરનેશનલ રૂટ પર પણ સસ્તી ટિકિટ*
આંતરરાષ્ટ્રીય રૂટ્સની વાત કરીએતો, GO Air અબુધાબીથી કન્નૂર 5,626 રૂપિયા, દિલ્હીથી બેંગ્કોક 6,258 રૂપિયા, અબુધાબીથી મુંબઈ 6,286 રૂપિયા સહિત ઘણા રૂટ્સ પર સસ્તા દરે ટિકિટ આપી રહી છે. તો તમે બહુજ સસ્તા દરની ટિકિટનો લાભ લઈને વિદેશમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો