રાજપીપળા નગરમાં માં કોરોના પોઝીટીવ દંપતીનું મોતથી ફફડાટ પત્નીના મોત બાદ એક દિવસને આંતરે પતિનું પણ મોત

નર્મદા બ્રેકીંગ ન્યૂઝ :

રાજપીપળા નગરમાં માં કોરોના પોઝીટીવ દંપતીનું મોતથી ફફડાટ

પત્નીના મોત બાદ એક દિવસને આંતરે પતિનું પણ મોત

નગરપાલિકા તંત્ર એ આકરા નિયમો લાદ્યા

તમામ વેપારીઓ અને દુકાનના કર્મચારીઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરાયો.

રાજપીપલામાં વેપારીઓ દ્વારા સાંજે 6થી સવારે 4સુધી બજારો સ્વંયભુ બન્ધ

તંત્ર દ્વારા માસ્ક નું વિતરણ અને કોવિદ રસીકરણ મા આવ્યો વેગ

રાજપીપલા, તા 3

રાજપીપળા નગરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસો સતત વધી રહ્યા હતા. જે ચિંતાનો વિષય બન્યો હતો. આટલા બધા કેસો વધતા જતા હોવા છતાં કોઈનું મૃત્યુ થયું નહોતું. પણ આજે કોવિદ આયુર્વેદિક હોસ્પિટલના એપેડેમિક ઓફિસર ડો. કશ્યપ દ્વારા બે ના મોત થયાના
સત્તાવાર જાહેરાત કરાઈ છે. જેમાં રાજપીપલા શ્રીજી નગરના 82અને 83,વર્ષના દંપતીનું રાજપીપલા કોવિદ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયાના અહેવાલ છે.
રાજપીપલા કોવિદ હોસ્પિટલના સત્તાધીશો
એપિડેમિક ઓફિસર
ના જણાવ્યા અનુસાર
રાજપીપળા શ્રીજી નગરમાં રહેતા 82,વર્ષની વૃદ્ધ મહિલા

આયુશીબેન જયેન્દ્ર સિંહ બારોટનું 2એપ્રિલ ના રોજ તથા તેમના83વર્ષ ના પતિ જયેન્દ્રસિંહ નેવીસિંહ બારોટનું આજ રોજ 3એપ્રિલના રોજ રાજપીપલા કોવિદ હોસ્પિટલ માં સારવાર દરમ્યાન મોત થયું હતું. જેમાં આ બન્ને ને 1લી એપ્રિલના રોજ 1:45કલાકે દાખલ કર્યા હતા.જેમને શ્વાસની, કફની અને તાવની તકલીફ હતી.
મૃત્યુના કારણમાં બન્ને હાઇપર ટેંશનની બીમારી હોવાનું પ જણાવ્યું હતું. આમ રાજપીપળામાં બે દર્દીઓના મોત થવાથી ચિંતાનો વિષય બન્યો છે
જોકે નર્મદા જિલ્લામાં કોરોના ના કેસો સતત વધી રહ્યા છે ગઈકાલે17 પોઝિટિવ આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 2287 કેશો આવી ચૂક્યા છે. હજુ પણ રાજપીપળા કોવિદ હોસ્પિટલમાં 33, કોવિદ કેર હોસ્પિટલ મા 19, c સુરત ખાતે ત્રણ વડોદરા ખાતે ૧૧ મળીને કૂલ 140 દર્દીઓ સારવાર હેઠળ છે.
ગઈકાલે આરટી પીસીઆર ના 73 કેસ, એન્ટિજનના ૬૫૨ મળી ૭૨૯ ટેસ્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે

રાજપીપળા નગરમાં કોરાના બેના મોત થયા બાદ નગરપાલિકાનું અને તંત્ર આરોગ્ય તંત્ર સાવચેત બની ગયું છે. રાજપીપલા નગર પાલિકાની ગાડી માઈક લઈને જાહેરાત કરી રહી છે કે નગરજનોએ માસ્ક ફરજીયાત પહેરવાનો રહેશે. જાહેરમાં થૂંકવા ઉપર પ્રતિબંધ મુકાયો છે.કાયદાનું ઉલ્લંઘન કરતા પકડાશે તો દંડ વસૂલ કરવામાં આવશે.એ ઉપરાંત નગરના વેપારીઓ તથા લારી ગલ્લા વાળાઓ માટે પણકડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. દુકાનદારો અને લારી ગલ્લાવાળાઓને સુચના આપવામાં આવી છે કે દુકાનો મા કામ કરતા કર્મચારીઓતથા વેપારીઓ એ ફરજીયાત આરટીપી સીઆર નો ટેસ્ટ કરાવવાનો રહેશે. નેગેટિવ રિપોર્ટ આવેતો ધંધો કરી શકાશે.અન્યથા ધંધો કરી શકાશે નહીં. વેપારીઓ અને ગ્રાહકો માટે પણ કોરોના નું સંક્રમણ ન થાય માટે ના પગલા રૂપે આ કડક કાયદા અમલમાં મૂક્યા છે.નગરમાં વેપારીઓએ પણ વધતા જતા કોરોના ના કેસોને ધ્યાને લઈ રાજપીપલા નગરમાં 1લી થી સાંજે વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી સ્વંયમભુ બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.ગઈ કાલથી 6 વાગ્યા પછી બજારો બંધ થઈ ગયા હતા.

બીજી તરફ કોરોના સંક્ર્મણ ઘટાડવા આરોગ્ય અને પોલીસ તંત્ર દ્વારા માસ્ક નું વિતરણપણ કરવામાં આવી રહ્યું છે. અને કોવિદ રસીકરણ માપણ આવ્યો વેગ આવ્યો છે. લોકો રસી મુકવવા જે તે કેન્દ્રો પર જઈ રસી મુકાવી રહ્યા છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા