મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના ભદ્રકાળી માતાના મંદિરેથી નવરાત્રિ મહાઆરતી મહોત્સવનો શુભારંભ કરાવ્યો

ભદ્રકાળી માતાના દર્શન કરી ગુજરાતની સુખ ,શાંતિ અને સમૃદ્ધિ માટે કામના કરતા મુખ્યમંત્રીશ્રી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતેથી નવરાત્રિ મહાઆરતી મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન કરી ગુજરાતની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કામના કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિવિધ સ્થળોએ નવ દિવસ દરમિયાન વિવિધ મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આજે ભદ્રકાળીના મંદિર થી મુખ્યમંત્રીશ્રીએ શુભારંભ કરાવ્યો હતો.

આ અવસરે અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર અને ધારાસભ્ય સર્વ શ્રી પ્રદીપસિંહ જાડેજા શ્રી બલરામ થાવાણી, શ્રી અરવિંદભાઈ પટેલ તેમજ પૂર્વ મેયર શ્રી અમિતભાઇ શાહ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.