ન્યૂઝ (સૂત્ર): હાલમાં જ કોઈમ્બતુરમાં આવેલી ઈન્ડીયન એરફોર્સની એક કોલેજમાં ટ્રેનીંગ લઈ રહેલી મહીલા અધિકારીએ વાયુસેનાના લેફટનન્ટ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પિડીતાએ અન્ય અધિકારીઓ ઉપર પણ પોતાને સહયોગ ન આપવાના આક્ષેણ કર્યા છે, આ અંગે ફરીયાદ થયા બાદ પોલીસે લેફટનન્ટ સામે કાયદેસર કાર્યવાહી કરી છે. મિડીયા રીપોર્ટ અનુસાર ૧૦ સપ્ટેમ્બરે બનેલી આ ઘટના બાદ ૧૧ સપ્ટેમ્બરે બે ફેકલ્ટી મેમ્બરે તેમને ફરીયાદ કરવા અથવા સંબંધો સહમતિથી બન્યા હતા તેમ લેખિતમાં આપવાના બે વિકલ્પ આપ્યા હતા. ઉપરાંત તેને એરફોર્સની હોસ્પીટલમાં જવાનું કહેવાયું જયાં ડોકટરોએ પિડીતાની સેકસ્યુઅલ હિસ્ટ્રી વિશે સવાલો કર્યા ઉપરાંત પ્રાઈવેટ બોડી પાર્ટનુ ફિઝીકલ એકઝામિનેશન પણ કર્યુ.
મતલબ કે ટુ ફિંગર ટેસ્ટ કર્યો. જે અનુસાર ડોકટર પિડિતાના પ્રાઈવેટ પાર્ટમાં બે આંગળી નાખીને તપાસ કરે છે કે તે વર્જીન એટલે કુંવારી છે કે નહી. જાે આંગળી સરળતાથી જાય તો તે સેક્સ્યુઅલી એકટીવ હોવાનું માનવામાં આવે છે. તેનાથી હાઈમનની સ્થિતિ વિશે પણ જાણવામાં આવે છે.
કોઈ નિયમિત રીતે સેક્સ્યુઅલી એકટીવ હોય તો આ ટેસ્ટ કંઈ રીતે કારગત નીવડી શકે ? આ પ્રકારે કોઈની સાથે બળાત્કાર થયો છે કે નહી તેની પૃષ્ટી ન કરી શકાય એમ કહીને ભારતની સુપ્રિમ કોર્ટે પણ ર૦૧૩ની સાલમાં આ પરીક્ષણની મનાઈ ફરમાવેલી છે જયારે વર્ષ ર૦૧૪માં ઈન્ડીયન મેડીકલ કાઉન્સીલે પણ ટુ ફિંગર ટેસ્ટ અવૈજ્ઞાનિક હોવાનું કહયંુ હતું તેમ છતાં પણ આ ટેસ્ટ કરવાનું ચાલુ જ છે. ર૦૧૯ની સાલમાં આશરે ૧પ૦૦ રેપ પિડિતા તથા તેમના પરીવારે આ અંગે કોર્ટમાં ફરીયાદ કરી હતી.
એરફોર્સના ડોકટરોએ ટુ ફિંગર ટેસ્ટ કર્યા બાદ પિડીતા અધિકારીને જાણ થઈ હતી કે તે ટેસ્ટ અયોગ્ય હતુ જેના કારણે બળાત્કાર બાદ તેમને વધુ એક ઝટકો લાગ્યો બહાર આવ્યા બાદ ચારે તરફ આ કાંડ તથા તેની સાથે લાગતા વળગતા તમામની નિંદા થઈ રહી છે રાષ્ટ્રીય મહીલા આયોગે પણ આ ઘટનાની ભારે નિંદા કરતા કહયુ કે ટું ફિંગર ટેસ્ટ મહીલા અધિકારીની નિજતા અને ગરીમાનું હનન છે. તે સુપ્રિમ કોર્ટના આદેશની વિરુધ્ધ પણ છે તેમણે પત્ર લખીને આ અંગે પગલાં લેવા તથા એરફોર્સના ડોકટરોને નિયમો અંગે અવગત કરવા પણ કહયું છે.
આપણા દેશમાં છાશવારે બળાત્કાર થતાં રહે છે આટલા વિશાળ દેશમાં આ લગભગ રોજની ઘટના છે. મહીલા હેલ્પલાઈન, પોલીસનું નાઈટ પેટ્રોલિંગ, સીસીટીવી કેમેરા ઉપરાંતની કેટલીય સવલતો સરજ્ઞ કાર દ્વારા શરૂ કરાઈ હોવા છતાં સમાજની વચ્ચે રહેતા બળાત્કારીઓ પોતાનું પોત પ્રકાશીને જ રહે છે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા અનુસાર વર્ષ ર૦ર૦માં આપણાં દેશમાં ર૦,૦૪૬ બળાત્કાર થયા છે. મતલબ કે દેશમાં રોજના ૭૭ બળાત્કાર. બળાત્કારની ઘટના બાદ મહીલા ફરીયાદ કરે તો તેને કેટલાંય સવાલોનો ભોગ બનવું પડે છે અને ફરીયાદ ન કરે તો પોતાની સાથે બનેલી ઘટના અંદર જ રાખીને જીવતા રહેવું પડે છે.
ક્રાઈમ નેવર ડાઈઝ: જયારે પોલીસની મહામહેનત અને સાક્ષીઓના નિવેદનોએ એક પાવરફુલ અપરાધીને કાયદાનું ભાન કરાવ્યું
અને દસ વર્ષ જુના કેસમાં નારાયણ સાંઈને આજીવન કેદની સજા થઇ
વર્ષ ર૦૧૩નું હતું. મુળ દિલ્હીની અને જાેધપુરના આશ્રમમાં રહેતી એક બાળકીએ પોતાની સાથે આસારામે દુષ્કર્મ કર્યાંની વાત કરતા તેના માતાપિતાએ દિલ્હીમાં ફરીયાદ નોંધાવી. ઘણી મહેનતના અંતે આસારામને જેલભેગો કરાયા બાદ ખટલો શરૂ થયો. આ જાેઈને સુરતમાં આવેલા આસારામના આશ્રમમાં સેવા આપતી બે બહેનોમાં હિંમત આવી તેમણે પણ આસારામ તથા તેના પુત્ર નારાયણ સાંઈ વિરુધ્ધ આવી જ ફરીયાદ નોંધાવી.
જાેધપુરમાં આસારામને જામીન ન મળતાં કેટલાંય વર્ષોથી અંદરને અંદર ઘુંટાતી રહેલી બહેનો એ વખતના સુરતના ઝોન-૪ ડીસીપી શોભા ભુતરા પાસે પહોંચી અને પોતાની આપવીતી જણાવી. મોટી બહેન સાથે આસારામે તથા નાની સાથે તેના પુત્ર નારાયણ સાંઈએ દુષ્કર્મ આચર્યું હતું. જેથી મોટી બહેનની ફરીયાદ ઝીરો નંબરથી લઈ અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવી. જયારે નાની બહેન સાથે જહાંગીરપુરા પોલીસની હદમાં આવતા આશ્રમ સહીત જુદા જુદા સ્થળે બળાત્કાર થયો હોવાથી સુરત ડીવીઝનના એસીપી રીયાઝ મુન્શીને તેની તપાસ સોંપવામાં આવી. રીયાઝ મુન્શીએ પોતાની ટીમો કામે લગાવી. જયાંથી પોલીસની કસોટીની શરૂઆત થઈ. કારણ કે પોલીસ કેસ થતાં જ અમદાવાદમાં રહેલો નારાયણ સાંઈ પોતાના સાધકોની મદદથી ગાયબ થઈ ગયો હતો જેને શોધવા પોલીસ કામે લાગી ગઈ. બીજી તરફ ફરીયાદ ૬.૧૦.૧૩ ના રોજ નોંધવામાં આવી પરંતુ ગુનો નાની બહેન સાથે ર૦૦૦થી ર૦૦૧ના વર્ષ દરમિયાન બન્યો હતો જેનાં પુરાવા એકત્ર કરવાના હતા જે પોલીસ માટે પણ ચેલેન્જ હતી, ત્રીજી તરફ નારાયણ સાંઈ તથા આસારામના અનુયાયીઓના મોટા વર્ગે વિરોધ શરૂ કરી દીધો હતો.
કોઈક કારણોસર ૧પ થી ર૦ દિવસ બાદ તપાસ રીયાઝ મુન્શી પાસેથી એફ ડીવીઝનના એસીપી મુકેશ પટેલને સોંપવામાં આવી ત્યારે દિવાળીની આસપાસનો સમય હતો. એસીપી પટેલ પોતાના વતન મોઢેરા ખાતે રજાઓ માણી રહયા હતા જેમને સેકટર ર જેસીપી એસ.એન. કટારાનો ફોન આવતાં જ તેઓ તાત્કાલીક સુરત ખાતે પહોંચી ગયા. તપાસનો દોર હાથમાં લીધો ત્યારે પોલીસ કેટલેક અંશે આગળ વધી ચુકી હતી, એક તરફ પીઆઈ એસ.જે બલોચ નારાયણ સાંઈની શોધમાં અમદાવાદ સીજી રોડ ખાતે એક સ્થળે દરોડો પાડ્યો. જયાંથી નારાયણ સાંઈ તો ન મળ્યો પરંતુ પોલીસને ૪ર પોટલા ભરીને મિલ્કતોના દસ્તાવેજ મળી આવ્યા. જેમાં પાકેલી એફડી, કિસાન વિકાસ પત્રો અન્ય લોકોના નામે ખરીદાયેલી જમીનો સહીતના અન્ય કાગળો હતા જેને પગલે ઈન્કમટેકસ ખાતુ પણ સક્રીય થયું. અચાનક જ હાથમાં આવેલા ૪ર પોટલામાંથી મળી આવેલા દસ્તાવેજાે આશરે રપ૦૦ કરોડની મિલ્કતોના હતા, આરોપીઓ વિદેશ ભાગી ન જાય એ માટે પોલીસે એલઓસી (લુક આઉટ સરક્યુલર) જાહેર કર્યું દેશના દરેક એરપોર્ટ પર તેમની ફોટા સહીતની માહીતી પહોંચાડવામાં આવી.
આ તરફ આસારામ તથા નારાયણ સાંઈ પર આક્ષેપો લાગતા તેમના અનુયાયીઓએ પણ ધમાલ કરવાનું ચાલુ કરી દીધું અને સોશીયલ મિડીયા ઉપર ઉશ્કેરણીજનક વાતો કરી લોકોને ભડકાવવાનું શરૂ કર્યું જેના પરિણામે આ કેસમાં પોલીસે સૌથી પહેલી ધરપકડ કરી જે મૂળ રાજસ્થાનનાં તથા એ સમયે સુરત ખાતે રહેતા મોહીત ભોજવાણીની હતી.
ક્રાઈમ નેવર ડાઈઝ: જયારે પોલીસની મહામહેનત અને સાક્ષીઓના નિવેદનોએ એક પાવરફુલ અપરાધીને કાયદાનું ભાન કરાવ્યું
અને દસ વર્ષ જુના કેસમાં નારાયણ સાંઈને આજીવન કેદની સજા થઇ
વર્ષ ર૦૧૩નું હતું. મુળ દિલ્હીની અને જાેધપુરના આશ્રમમાં રહેતી એક બાળકીએ પોતાની સાથે આસારામે દુષ્કર્મ કર્યાંની વાત કરતા તેના માતાપિતાએ દિલ્હીમાં ફરીયાદ નોંધાવી. ઘણી મહેનતના અંતે આસારામને જેલભેગો કરાયા બાદ ખટલો શરૂ થયો. આ જાેઈને સુરતમાં આવેલા આસારામના આશ્રમમાં સેવા આપતી બે બહેનોમાં હિંમત આવી તેમણે પણ આસારામ તથા તેના પુત્ર નારાયણ સાંઈ વિરુધ્ધ આવી જ ફરીયાદ નોંધાવી.
જાેધપુરમાં આસારામને જામીન ન મળતાં કેટલાંય વર્ષોથી અંદરને અંદર ઘુંટાતી રહેલી બહેનો એ વખતના સુરતના ઝોન-૪ ડીસીપી શોભા ભુતરા પાસે પહોંચી અને પોતાની આપવીતી જણાવી. મોટી બહેન સાથે આસારામે તથા નાની સાથે તેના પુત્ર નારાયણ સાંઈએ દુષ્કર્મ આચર્યું હતું. જેથી મોટી બહેનની ફરીયાદ ઝીરો નંબરથી લઈ અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવી. જયારે નાની બહેન સાથે જહાંગીરપુરા પોલીસની હદમાં આવતા આશ્રમ સહીત જુદા જુદા સ્થળે બળાત્કાર થયો હોવાથી સુરત ડીવીઝનના એસીપી રીયાઝ મુન્શીને તેની તપાસ સોંપવામાં આવી. રીયાઝ મુન્શીએ પોતાની ટીમો કામે લગાવી. જયાંથી પોલીસની કસોટીની શરૂઆત થઈ. કારણ કે પોલીસ કેસ થતાં જ અમદાવાદમાં રહેલો નારાયણ સાંઈ પોતાના સાધકોની મદદથી ગાયબ થઈ ગયો હતો જેને શોધવા પોલીસ કામે લાગી ગઈ. બીજી તરફ ફરીયાદ ૬.૧૦.૧૩ ના રોજ નોંધવામાં આવી પરંતુ ગુનો નાની બહેન સાથે ર૦૦૦થી ર૦૦૧ના વર્ષ દરમિયાન બન્યો હતો જેનાં પુરાવા એકત્ર કરવાના હતા જે પોલીસ માટે પણ ચેલેન્જ હતી, ત્રીજી તરફ નારાયણ સાંઈ તથા આસારામના અનુયાયીઓના મોટા વર્ગે વિરોધ શરૂ કરી દીધો હતો.
કોઈક કારણોસર ૧પ થી ર૦ દિવસ બાદ તપાસ રીયાઝ મુન્શી પાસેથી એફ ડીવીઝનના એસીપી મુકેશ પટેલને સોંપવામાં આવી ત્યારે દિવાળીની આસપાસનો સમય હતો. એસીપી પટેલ પોતાના વતન મોઢેરા ખાતે રજાઓ માણી રહયા હતા જેમને સેકટર ર જેસીપી એસ.એન. કટારાનો ફોન આવતાં જ તેઓ તાત્કાલીક સુરત ખાતે પહોંચી ગયા. તપાસનો દોર હાથમાં લીધો ત્યારે પોલીસ કેટલેક અંશે આગળ વધી ચુકી હતી, એક તરફ પીઆઈ એસ.જે બલોચ નારાયણ સાંઈની શોધમાં અમદાવાદ સીજી રોડ ખાતે એક સ્થળે દરોડો પાડ્યો. જયાંથી નારાયણ સાંઈ તો ન મળ્યો પરંતુ પોલીસને ૪ર પોટલા ભરીને મિલ્કતોના દસ્તાવેજ મળી આવ્યા. જેમાં પાકેલી એફડી, કિસાન વિકાસ પત્રો અન્ય લોકોના નામે ખરીદાયેલી જમીનો સહીતના અન્ય કાગળો હતા જેને પગલે ઈન્કમટેકસ ખાતુ પણ સક્રીય થયું. અચાનક જ હાથમાં આવેલા ૪ર પોટલામાંથી મળી આવેલા દસ્તાવેજાે આશરે રપ૦૦ કરોડની મિલ્કતોના હતા, આરોપીઓ વિદેશ ભાગી ન જાય એ માટે પોલીસે એલઓસી (લુક આઉટ સરક્યુલર) જાહેર કર્યું દેશના દરેક એરપોર્ટ પર તેમની ફોટા સહીતની માહીતી પહોંચાડવામાં આવી. આ તરફ આસારામ તથા નારાયણ સાંઈ પર આક્ષેપો લાગતા તેમના અનુયાયીઓએ પણ ધમાલ કરવાનું ચાલુ કરી દીધું અને સોશીયલ મિડીયા ઉપર ઉશ્કેરણીજનક વાતો કરી લોકોને ભડકાવવાનું શરૂ કર્યું જેના પરિણામે આ કેસમાં પોલીસે સૌથી પહેલી ધરપકડ કરી જે મૂળ રાજસ્થાનનાં તથા એ સમયે સુરત ખાતે રહેતા મોહીત ભોજવાણીની હતી.
•••
પોલીસે નાની બહેનની વાતને આધારે ફરીયાદ નોંધીને તપાસ આદરી. વર્ષો વીતી ગયા હોઈને હવે પુરાવા એકત્રિત કરવા પોલીસે અલગ રીતે વિચારવાનું હતું. નાની બહેનની પુછપરછ દરમિયાન તેણે કહ્યું કે નારાયણ સાંઈની કુટીરમાં પરવાનગી વગર કોઈ જઈ શકતું નહોતું. તેણે પોતાના માણસ દ્વારા પોતાને અલગ રસ્તેથી અંદર બોલાવી હોવાનું કહયું. પોલીસે તમામ બાબતો ધ્યાને લઈને આશ્રમની મુલાકાત લીધી જયાં પહેલાં તો સાધકોએ તેમને અંદર જ ન ઘુસવા દીધા. પરંતુ જયારે તે અંદર પ્રવેશ્યા ત્યારે ફરીયાદીના વર્ણન મુજબની જ જગ્યા હતી.
બીજી તરફ પોલીસ સાક્ષીઓના નિવેદનો લઈ રહી હતી ત્યારે સાક્ષીઓને ધમકીઓ મળવા લાગી. આશ્રમમાં જ હાજર અન્ય કેટલીક મહીલાઓ પણ તેમનો ભોગ બની ચૂકી હતી. પરંતુ કંઈપણ બોલવા તૈયાર નહતી. ધમકી મળ્યા બાદ સમય જતાં સાધકો- અનુયાયીઓ દ્વારા કેટલાંક સાક્ષીઓ પર જીવલેણ હુમલા પણ કરવામાં આવ્યા. મિડીયામાં પણ આ બધી વાતો ફેલાતા સમગ્ર દેશની જનતા હવે આ કેસ વિશે ચર્ચા કરવા લાગી હતી.
પોલીસની મહેનતનાં કારણે આખરે એક દિવસ નારાયણ સાંઈનો પત્તો મળી ગયો અને ગુજરાત- દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન તેને દિલ્હી- હરીયાણાના હાઈવે પરથી ઈકો સ્પોર્ટ કારમાંથી ઝડપી લેવાયો. સુરત પોલીસની ટીમ હયુમન સોર્સ તથા ટેકિનકલ ટીમની મદદ લીધી હતી. ૪ ડીસેમ્બર ર૦૧૩ના રોજ સાંઈ પકડાયો ત્યારે તેની સાથે ડ્રાઈવર રમેશ રાજકુમાર મલ્હોત્રા તથા તેનો સાધક કમ પર્સનલ આસીસ્ટન્ટ હનુમાન ઉર્ફે કૌશલ ઠાકુર હતા દિલ્હી ક્રાઈમબ્રાંચની ટીમ સાંઈને જાેઈને ચોંકી ગઈ કારણ કે પોતાની ઓળખ છુપાવવા તેણે વાળ કપાવી દિધેલા. જાેકે પ૮ દિવસે પકડાયેલા સાંઈએ શીખનો વેશ ધારણ કરવા છતાં પોલીસ તેને ઓળખી ગઈ.
પુછપરછમાં પ૮ દિવ્સ દરમિયાન સાંઈ અમદાવાદ બાદ જયપુર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરીયાણા તથા પંજાબમાં રોકાયો હોવાનું બહાર આવ્યું તે એક દિવ્સથી વધારે ક્યાંય રોકાતો ન હતો અને ભાગવા માટે તેના અનુયાયીઓએ તેને લકઝુરીયસ કારો આપી હતી પોલીસ સાંઈને તથા તેના સહ આરોપીઓને સુરત લઈ આવી જયાં તેમના પણ નિવેદનો લેવામાં આવ્યા. જે રસ્તે પીડીતાને લઈ જવામાં આવી હતી એ જ રસ્તો સાંઈ તથા તેના સહાયક હનુમાન ઉર્ફે કૌશલે પણ બતાવ્યો. જેને પગલે સાંઈ વિરુધ્ધ વધુ એક પુરાવો પાકો થઈ ગયો.
જયારે આ બાબત ચાલતી હતી ત્યારે જ બંને પિતા પુત્રના હિતેચ્છુઓએ કેસને લુલો કરવા માટે પોલીસ સહીતના અન્ય લોકોને લાંચ આપવાની ગોઠવણ કરવા માંડી. પોલીસને તેની ગંધ આવી ગઈ. તપાસ અધિકારી એસીપી મુકેશ પટેલની જાણ બહાર જ ઉપરી અધિકારીઓએ રીવર્સ ટ્રેપ ગોઠવી. લગભગ તેર કરોડ રૂપિયાની લાંચ ઓફર કરવાની વાત ચાલુ હતી. જાેકે લાંચની ટ્રેપ ગોઠવાતાં આશરે પાંચ લાખની રકમ રીકવર કરવામાં આવી. આ કિસ્સામાં એક પીએસઆઈ સહીત નવ લોકો વિરુધ્ધ લાંચનો ગુનો દાખલ કરવામાં આવ્યો.
દિવસે ને દિવસે આરોપી વિરુધ્ધ પુરાવા એકત્ર થઈ રહયા હતા. બીજી તરફ પિતા-પુત્ર પકડાઈ જતાં જે લોકો તેમની ગેરકાયદેસર પ્રવૃતિ વિશે જાણતા હતા તે હવે ખૂલીને સામે આવ્યા અને સાક્ષી બનવા તૈયાર થયા, જેમાં રાહુલ સચાન, મહેન્દ્ર ચાવલા, અમૃત પ્રજાપતિ, રાજુ ચાંડક સહીતના સામેલ હતા. આરોપીઓએ આ તમામ સામે સામ, દામ, દંડ, ભેદ અપનાવ્યા હતા પરંતુ કોઈ ટસનું મસ ન થયું કેટલાંય સાક્ષીઓ પર હથિયારબધ્ધ હુમલા ઉપરાંત એસિડ એટેક પણ કરવામાં આવ્યા.
આ દરમિયાન પોલીસ તપાસમાં ૩પ લોકોને આરોપી બનાવવામાં આવ્યા જેમાંથી કેટલાક એવા હતા જેમની વિરુધ્ધ મદદગારીના ફકત આક્ષેપો જ હતા. ૩પમાંથી ૩૪ આરોપીઓ વિરુધ્ધ આશરે ૧ર૦૦ પાનાંની ચાર્જશીટ રજુ કરવામાં આવી. કોર્ટે કેસનું નિરિક્ષણ કરી છેવટે પીડીતાને ન્યાય આપ્યો અને નારાયણ સાંઈને જન્મટીપની કેદ ઉપરાંત પ લાખનો દંડ કરવામાં આવ્યો જયારે આ દુષ્કર્મમાં તેના સાથીદાર રહેલા ગંગા-જમુના, હનુમાન અને ડ્રાઈવર રમેશને પણ સજા પડી.
આ વાતને ૮ વર્ષ વીતી ચુક્યા છે આખી પરીસ્થિતિ હવે બદલાઈ ગઈ છે થોડા સમય અગાઉ જ નારાયણસાંઈને પેરોલ મળતા થોડા સમય માટે જેલની બહાર આવ્યો હતો તપાસ અધિકારી એસીપી મુકેશ પટેલ પ્રમોશન લઈને અમદાવાદ એસઓજી (સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ)ના ડીસીપી તરીકે ફરજ નિભાવી રહયા છે. જયારે આ કેસ સાથે જાેડાયેલા કેટલાય લોકોના જીવન બદલાઈ ચુકયા છે. ગુનો બન્યાના આશરે ૧૦ વર્ષ બાદ ફરીયાદ નોંધાઈ આનુસંગિક પુરાવા તથા સાક્ષીઓને એકત્ર કરવામાં આવ્યા. બાદમાં મુખ્ય ગુનેગાર અને તેને સાથ આપીને કેટલીય સ્ત્રીઓના જીવન બરબાદ કરનારને પણ સજા મળી, આખી ઘટનાને અંતે ડીસીપી મુકેશ પટેલે કહેલું એક વાક્ય બંધ બેસે છે. “ક્રાઈમ નેવર ડાઈઝ.”
કેસનાં કેટલાંક રોમાંચક સ્પીન ઓફ
• સુત્રો અનુસાર આસારામના જહાંગીરપુરા ખાતે આવેલા આશ્રમની જગ્યા અગાઉ ખાનગી માલીકીની હતી, જેની પાસેથી સરકારે જાહેર સ્થળનો વિકાસ કરવા લીધી હતી પરંતુ કોઈ કારણોસર જગ્યા પડી રહી, જે યેનકેન પ્રકારેણ આસારામે મેળવી આશ્રમ બનાવી દીધો.
• આશ્રમમાં પ્રસાદી, સ્ટેશનરી, પ્રવચનોની સીડી, પુસ્તકો તથા ભંડારાના માધ્યમથી આવક થાય છે કરોડો- અબજાેની રૂપિયા આ રકમ ખાનગી માણસોને સાચવવા માટે અપાય છે તેવા આક્ષેપો થયા.
• કુલ ૩પમાંથી ૩૪ આરોપીઓ વિરુધ્ધ ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી જેમાંથી સાંઈ ઉપરાંત ગંગા, જમના તથા હનુમાનને સજા થઈ
• એક મહીલા જેની વિરુધ્ધ આક્ષેપો સાબિત ન થયા તે બાદમાં સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને ઉચ્ચ સરકારી અધિકારી બની ગઈ.
• આસારામ તથા નારાયણ સાંઈના કેસમાં મહત્વનો સાક્ષી પુરવાર થનાર રાહુલ સચાન ઉપર જાેધપુર કોર્ટની બહાર છરી વડે હુમલો થયો. એના થોડા દિવસ બાદ તે બસ સ્ટેશનથી બીજા દિવસે આવીશ એમ કહીને ગયા બાદ કયારેય પરત નથી ફર્યો. તેના ગાયબ થવાનો કેસ સીબીઆઈને સોંપ્યા બાદ પણ આજ સુધી તેના સગડ નથી મળ્યા.
• પિતા-પુત્રએ રૂપિયાનો વહીવટ કેટલાંક વિશ્વાસુ લોકોને સોંપ્યો હતો જે એ જ રૂપિયા થકી કરોડપતિ બની ગયા હોવાનું કહેવાય છે.
• નારાયણ સાંઈને મદદ કરનાર આરોપીઓમાં ડોકટર, તથા વકીલ જેવા વિદ્વાન લોકો પણ સામેલ હતા જેમણે રૂપિયા, ગાડી કે સીમકાર્ડ ખરીદવામાં મદદ કરી હતી. આ ઘટના બાદ આસારામ અને નારાયણ સાંઈના અનુયાયીઓ ખુબ ઘટી ગયા છે પરંતુ હજી પણ એવા કેટલાંક છે જે બંનેને પહેલાની માફક જ પુજે છે.