લાકડીઓ અને કુહાડી વડે જીવલેણ હુમલો બેને ગંભીર ઈજા,4 ઈસમો સામે ફરિયાદ.
રાજપીપળા,તા.19
નાંદોદ તાલુકાના ગામકુવા ગામે જમીનના ભાગ મામલે ઝઘડા થતાં મારામારી પ્રકરણમાં મારક હથીયારો ઊછળ્યા હતા. જેમાં લાકડીઓ અને કુહાડી વડે જીવલેણ હુમલો થતાં બેને ગંભીર ઈજા થઈ હતી.આ અંગે આમલેથા પોલીસ મથકે ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે
જેમાં ફરિયાદી રતિલાલભાઈ રડવાભાઈ વસાવા (રહે,ગામકુવા ખત્રી ફળિયું) કંચનભાઈ ગુમાનભાઈ વસાવા, પ્રવીણભાઈ કંચનભાઈ વસાવા, સાવિત્રીબેન કંચનભાઈ વસાવા, જશીબેન રમેશભાઈ વસાવા ચારે (રહે,ગામકુવા) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી રતિલાલભાઈ તથા મધુબેન પોતાના ઘરની બાજુમાં આવેલા વાળામાં હાજર હતા,તે વખતે આરોપી કંચનભાઈ ને રતિલાલભાઈએ મને પણ આપણી જમીનનો સરખો ભાવ આપો.તેમ કહેતાં કંચનભાઈ ઉશ્કેરાઇ જઇ ગમેતેમ ગાળો બોલી માર મારેલ તથા આરોપી પ્રવિણભાઈએ કંચનભાઈનું ઉપરાણું લઇ હાથમાં કુહાડી લઈ આવી રતિલાલભાઈને માથામાં ઉપરના ભાગે કુહાડી મારી ઇજા પહોંચાડી હતી,તથા આરોપી સાવિત્રીબેન તથા જશીબેન અને મધુબેનને પકડી રાખી તથા કંચનભાઈએ નજીકમાંથી લાકડી લાવી મધુબેનના માથામાં આગળના ભાગે લાકડી મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કરી એકબીજાને મદદગારી કરી આપો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા