કોરોનાઃ મૃતકોની સંખ્યા 1486 પર પહોંચી

નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસે લોકોના જીવને બાનમાં લીધા છે અને સેંકડો લોકોએ તો પોતાના જીવ ગુમાવ્યા પણ છે. કેટલીક જગ્યાએ વાતો તો એવી પણ થઈ રહી છે કે ચીન સરકાર કોરોના વાયરસને લીધે જે ખુવારી થઈ છે તેની હકીકતને છુપાવી રહી છે. ક્યાંક લોકો એવું કહી રહ્યા છે કે કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોનો આંકડો ઓછો બતાવાઈ રહ્યો છે. હકીકત જે પણ હોય, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે કોરોના વાયરસ મનુષ્ય જીવનનો કાળ બની ફેલાયો છે કે જે સતત લોકોને ભરખી રહ્યો છે