શ્રધ્ધાળુઓના શ્રેયાર્થે ગાયત્રી પરિવાર નારણપુરા અમદાવાદ દ્વારા તર્પણવીધીનું નિઃશુલ્ક કરાશે આયોજન

.

જીએનએ અમદાવાદ: તા.૬-૧૦-૨૦૨૧ બુધવારે સવારે ૭-૩૦થી ૧૨-૦૦ દરમ્યાનમાં ભાદરવા વદ અમાસને દિવસે સર્વ પિતૃ અમાસ નિમિત્તે શ્રાદ્ધ તર્પણ વિધિનું નિ:શુલ્ક આયોજન આશરે છેલ્લા ઓગણીસ વર્ષથી શ્રધ્ધાળુઓના શ્રેયાર્થે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા થાય છે જેમાં આવર્ષે પણ શ્રી અમરનાથ મહાદેવ શ્રી નવા વાડજ સત્સંગ મંડળ અને લાયન્સ કલબ ઓફ જોધપુર હીલના સહયોગથી નવાવાડજ વિસ્તારમાં આવેલા શ્રી અમરનાથ મહાદેવ ખાતે ભાવસાર હોસ્ટેલ પાસે જૂહ પાર્ક સામે, સ્વસ્તિક સ્કૂલ, સ્વામી નારાયણ મંદિર ની બાજુમાં રાખેલ છે જેમાં કોરોના મહામારી તેમજ ક્યારે પણ કુદરતી પ્રકોપ કે સામાન્ય/ અસામાન્ય સંજોગોમાં અવસાન પામેલાં સગાં સંબંધીઓનુ શ્રદ્ધાપૂર્વક શ્રધ્ધામય વાતાવરણ દરમ્યાનમાં ગંગા જળ,ગુલાબ,ચંદન સુગંધીત દ્રવ્યો મીશ્રિત દૂધજલ અને મધુર પદાર્થો અને જરૂરી પૂજન દ્રવ્યો વડે શ્રાદ્ધ તર્પણ વિધિ થશે સ્થળ ઉપર નિ:શુલ્ક પૂજાપો, માસ્ક તુલસી રોપો આપવામાં આવશે તેમજ શ્રાદ્ધ તર્પણ વિધિમાં ભાગ લઈ રહેલા સૌ શ્રધ્ધાળુઓને સ્વજનોને આસ્થાપૂર્વક આશ્વાસન- શ્રધ્ધાંજલિ અર્પણ કરી તેમની સ્મૃતિમાં અને સદાય તે રાજી રહે તે માટે વ્યસનમુક્ત થવા, એક વૃક્ષ વાવવા-ઉછેરવા,અન્ન દાન, રક્તદાન, જ્ઞાનદાનના સદ્ કાર્યમાં જોડાવવા પ્રેરિત કરી સંકલ્પિત કરાશે.