*LRD પરિપત્રને લઈને ઉપવાસ આંદોલન પર બેઠેલી મહિલાઓનાં વ્હારે આવ્યા મંત્રી*

એલઆરડી પરીપત્રને લઇને મહિલાઓ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન પર બેઠી છે. ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર રહી રહીને મહિલાઓના વ્હારે આવ્યા છે. એક ઓગસ્ટ 2018નો ઠરાવ રદ કરવાની માંગ કરી છે. અહી સવાલ એ છે કે 57 દિવસથી મહિલાઓ ઉપવાસ પર બેઠી છે.તો અત્યાર સુધી અલ્પેશભાઇ તમે ક્યા ગયા હતા. અને હવે 57 દિવસ પછી તમે દીકરીઓની ચિંતા કરીને ઠરાવ રદ કરવાની માંગ કરી રહ્યા છો. જો વિવાદનું નિરાકરણ લાવવું હોય તો તમે કેમ વહેલા ન જાગ્યા. હવે ઠરાવ રદ કરવાની વાત કરી રહ્યા છે.