ગોધરા એલસીબી પોલીસે ગોધરા રેડ ક્રોસ સર્કલ પાસેથી નાકાબંધી કરી સ્કોડા રેપિડ ગાડી માંથી વિદેશી દારૂ કવાટરીયા કુલ નંગ,288 કિં.રૂ.30,240 તથા સ્કોડા રેપિડ ગાડી મળી કુલ પ્રોહી મુદ્દામાલ કિં.રૂ 1,30,240 સાથે એક ઇસમને ઝડપી પાડયો.

પંચમહાલ ગોધરા

એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે
એક સીલ્વર કલરની સ્કોડા રેપીડ ગાડી નં. Gj 06 FK 6811 નીમાં ભારતીય બનાતટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઇને તેનો ચાલક પરવડી ચોકડીથી ગોધરા શહેર તરફમાં વળેલ છે અને સિવિલ હોસ્પીટલ ગોધરા વાળા રસ્તે થઇ વણાંકપુર તરફ જનાર છે તેવી મળેલ બાતમી આધારે આઇ.એ.સીસોદીયા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ ગોધરા રેડ ક્રોસ સર્કલ પાસે રોડ ઉપર નાકાબંધી વોચ
કરી બાતમી મુજબની સ્કોડા રેપીડ ગાડીને ડ્રાઇવર સાથે પકડી પાડી અંદર તપાસ કરતા
નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ છે.
કબજે કરેલ મુદ્દામાલઃ-
(૧) રોયલ સીલેકટ ડીલક્ષ વ્હીસ્કીના કવાટરીયા કુલ-288 કિ.રૂ.30,240/-
(ર) સ્કોડા રેપીડ ગાડી નંબર GJ 06 FK 6811 કિ.રૂ. 1,00,000/–
કુલ. કિ.રૂ. 1,30,240/-
પકડાયેલ આરોપીનુ નામ-
(૧) રોહીતકુમાર વિનોદભાઈ બારીયા રહે. વણાંકપુર નવુ ફળીયુ તા. ગોધરા જી પંચમહાલ.
ઉપરોકત આરોપી વિરૂધ્ધમાં કાયરેસરની કાર્યવાહી કરી ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એટકની જુદી જુદી કલમો હેઠળ ગુનો
રજીસ્ટર કરતામાં આવેલ છે

રિપોર્ટર.