જામનગર ખાતે રાજપૂત મહિલાઓ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન. રાજપૂત બાળાઓએ અદભુત તલવારબાજી કરી લોકોનાં મન મોહી લીધા

જીએનએ જામનગર: જામનગર ખાતે અખંડ રાજપૂતાના સેવા સંઘ દવારા રાજપૂત મહિલાઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયું આયોજન. રાજપૂત બાળાઓએ અદભુત તલવારબાજી કરી લોકોનાં મન મોહી લીધા

પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ વધી રહ્યું છે ત્યારે રાજપૂત સમાજની રાજપુતાણીઓ દવારા રાજપૂત સમાજનું ગૌરવ અને સંસ્કૃતિ અને પરમ્પરા જળવાઈ રહે અને જાગૃતતા આવે તે ઉમદા હેતુ સાથે જામનગર ખાતે અખન્ડ રાજપૂતના સેવા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષા નયનાબા જાડેજાના માર્ગદર્શન હેઠળ રાજપૂત મહિલાઓ માટે એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નખત્રાણાથી આવેલ સોનલબાની આગેવાનીમાં તૈયાર થતી રાજપૂત દીકરીઓએ ભવ્ય તલવાર બાજી કરી લોકોના મન મોહી લીધા હતા. આ કાર્યક્રમમાં ઘુમર નૃત્ય, સોલો, તલવારબાજી સહિત અન્ય અદભુત કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. રાજપૂત સમાજ પોતની આગવી પરંપરા, સંસ્કૃતિ અને શૌર્ય ના ગૌરવ માટે જાણીતો છે. જેમાં તલવારબાજી એ શક્તિની ગાથા પ્રદાન કરતું શૌર્ય પ્રતીક ગણાય છે જેને ઉપસ્થિત રાજપૂત દીકરીઓ દ્વારા અદભુત રીતે ફેરવી લોકોના મોમાં આંગળા નાખવા મજબુર કરી દીધા હતા અને ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. 10 વર્ષથી લઈ 30 વર્ષથી વધુ ઉંમરની રાજપૂત મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિજેતા થનાર મહિલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.

આ સાંસ્કૃતિક કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન નયનાબા જાડેજા, મીનાબા સોઢા, સોનલબા સોઢા, પ્રિયાન્જલિબા રાણા, પ્રીતિબા જાડેજા, ઊર્મિલાબા સોઢા અને નિલમબા ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમના નિર્ણાયક તરીકે નિકીબા રાઠોડ, સોનલબા પઢીયાર ઉપસ્થિત રહ્યા હતા તો વિશેષ અતિથિ તરીકે હિનાબા જાડેજા, નેહલબા રાઠોડ, પ્રફુલ્લાબા જાડેજા, પદ્મિનીબા, ભાવનાબા ઝાલા, હર્ષાબા જાડેજા, અલકાબા જાડેજા, ગીતાબા જાડેજા, જસૂબા ઝાલા, નિતાબા રાણા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.