*રાજ્યના ૧૮થી વધુ જિલ્લા માં વરસાદ,ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લામાં નદીઓમાં ઘોડાપૂર*

_ક્યાંક ઝાપટાં તો ક્યાંક ધોધમાર વરસાદ પડવાથી લોકોમાં ખુશી જોવા મળી હતી._

_જ્યારે રાજ્યના કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે._

_જેતપુર તાલુકાના ખીરસરા ગામે ધોધમાર 1.5 ઇંચ વરસાદ પડતા સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું._

_ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લામાં નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે._

_પ્રથમ વરસાદમાં રાઘવજી પટેલે ન્હાવાનો લ્હાવો લીધો હતો._

_પ્રવાસ દરમિયાન સર્કિટ હાઉસ ખાતે કૃષિમંત્રી રાધવજી પટેલે વરસાદની મજા માણી હતી._

_ગાજવીજ સાથે વરસાદ વરસતાં લોકોને ગરમીથી રાહત મળી હતી…_