ગુજરાત ના અઢળક કલાકારો, ખેલૈયાઓ, પાર્ટી પ્લોટ ધારકો, ટેકનીકલ અને ડેકોરેશન ની સેવા આપતી એજન્સીઓની લાગણીને વાચા આપવા..
આગામી નવરાત્રી ના આયોજન માં ૪૦૦ ની જ કેપેસીટી માં પાર્ટી પ્લોટ નો પણ સમાવેશ સરકાર શ્રી દ્વારા થાય તેવી રજુઆત આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ C.r. Paatil ને રૂબરૂ માં કરી.. આદરણીય શ્રી પાટીલ સાહેબે આખી રજુઆત ધ્યાન પુર્વક સાંભળી ને તાત્કાલિક અસરથી ઘટતું કરવા ખાત્રી આપી..
આ સમયે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા Pradipsinh Vaghela એ પણ અમારી વાત સરકાર સુધી ત્વરિત પહોંચાડી કલાકારો ના હીત માં યોગ્ય નિર્ણય લેવાય તેવો હકારાત્મક પ્રયત્ન કરવાની ખાત્રી આપી..
આ પ્રસંગે મારા સહિત, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના સાંસ્કૃતિક સેલના કન્વીનર શ્રી બીહારીભાઇ ગઢવી Bihari Hemu Gadhvi , સહ કન્વીનર શ્રી જનક ઠક્કર Janak Thakkar , જાણીતા ગાયક કલાકાર શ્રી અરવિંદ વેગડા Arvind Vegda , કલાકારો ભરત બારીયા Bhatat Bariya તથા અક્ષય પટેલ Akshay Patel ખાસ ઉપસ્થિત રહ્યા હતા..
આજની ચર્ચા પછી કોઇ સારા સમાચાર ની અપેક્ષા જરૂર રાખીએ…