અભિનંદન..જામનગર જિલ્લા માહિતીના મહિલા અધિકારીએ પત્રકારત્વ ક્ષેત્રે પીએચડી ડીગ્રી પ્રાપ્ત કરી મેળવી સિદ્ધિ.
જામનગર: શહેર જિલ્લા માહિતી કચેરીમાં ફરજ બજાવતા માહિતી મદદનીશ મહિલા અધિકારી દિવ્યાબહેન હિતેન્દ્રકુમાર જોશીએ પત્રકારત્વ વિભાગમાં પીએચડીની ડીગ્રી મેળવી છે. ડૉ કાંતિભાઈ ઠેસિયાના માર્ગદર્શન હેઠળ તેમણે ગ્રામીણ પત્રકારત્વના વિકાસ તેમજ પ્રચાર અને પ્રસારમાં આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્ર રાજકોટ કેન્દ્રની ભૂમિકા એક અધ્યન વિષયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે રજૂ કરવામાં આવ્યું જેને માન્યતા આપવામાં આવતા તેઓ પીએચડીની માન્યતા મેળવી છે જે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે. તેમની આ સિદ્ધિ બદલ માહિતી અધિકારીઓ અને સ્ટાફ વતી બિરદાવવામાં આવી છે. દિવ્યાબેન જોશીને ખૂબ ખૂબ અભિનંદન.