*અંબાજી ભાદરવી પૂનમના મેળામાં ખ્યાતનામ કલાકારો મધુર સુરો દ્વારા માતાજીની આરાધના કરશે*

*અંબાજી ભાદરવી પૂનમના મેળામાં ખ્યાતનામ કલાકારો મધુર સુરો દ્વારા માતાજીની આરાધના કરશે*

અંબાજી, રાકેશ શર્મા: કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ, અંબાજી તથા જિલ્લા વહીવટી તંત્ર, બનાસકાંઠા દ્વારા ભાદરવી પૂનમ મહામેળાનુ અમ્બાજી ખાતે તા. ૨૬ સપ્ટેમ્બર થી તા. ૨૮ સપ્ટેમ્બર દરમ્યાન બી.કે. ત્રિવેદી હાઉસની સામે, ખેડબ્રહ્મા રોડ, અંબાજી ખાતે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવનાર છે.

 

જેમા તા. ૨૬ સપ્ટેમ્બર ના રોજ સાધના સરગમ, તા. ૨૭ સપ્ટેમ્બર ના રોજ નિતિન બારોટ અને દેવિકા રબારી તથા તા. ૨૮ સપ્ટેમ્બર ના રોજ હિમાલી વ્યાસ, અભિતા પટેલ પોતાના સ્વરોથી માતાજીની આરાધના કરશે એવું અખબારી યાદીમાં જણાવ્યું છે.