એ.સી.બી. સફળ ટ્રેપ
ફરીયાદી :- એક જાગૃત નાગરીક
આરોપી : જયપ્રકાશ પુરૂષોતમભાઇ સોલંકી, નાયબ મામલતદાર, ઇ-ધરા કેન્દ્ર, મામલતદાર કચેરી ઉમરેઠ, તા.ઉમરેઠ, જી.આણંદ
વર્ગઃ- ૩
લાંચની માંગણીની રકમ :- રૂ.ર,૨૫,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ : રૂ.ર,૨૫,૦૦૦/-
લાંચની પરત મેળવેલ રકમ : રૂ.ર,૨૫,૦૦૦/-
ટ્રેપની તારીખ :- તા.૨૩.૦૯.૨૦૨૧
ટ્રેપનું સ્થળ :
મોજે તાડપુરા ચોકડી, અમન કોમ્પલેક્ષ પાસે, ભાલેજ તા.ઉમરેઠ જી.આણંદ
ટૂંક વિગત :-
આ ગુનાના કામે હકીકત એવી છે કે, ફરીયાદીના કાકા જમીન ખરીદી પ્લોટીંગ પાડી કન્સ્ટ્રકશનનું કામ કરતા હોઇ ભાલેજ તા.ઉમરેઠ ખાતે આશરે અગીયારેક વીઘા જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ. જેમાં ક્ષેત્રફળ બાબતે ક્ષતિ જણાતા ક્ષતિ સુધારણાનો દસ્તાવેજ કરી વેચાણ દસ્તાવેજની પાકી નોંધ પ્રમાણિત કરવા માટે મામલતદાર કચેરી, ઉમરેઠ ખાતે આરોપીને મળતા આ કામ પેટે આરોપીએ પ્રથમ રૂ.૩,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જેથી ફરીયાદીએ કંઇક ઓછું કરવા જણાવતા છેલ્લે રૂ.૨,૨૫,૦૦૦/- લાંચ પેટે આરોપીએ ફરીયાદી પાસે માંગતા ફરીયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોઇ એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકામાં આરોપીએ ફરીયાદી પાસેથી લાંચના નાણાં સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
નોંધ :
ઉપરોકત આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટ્રેપ કરનાર અધિકારી :
શ્રી એમ.એફ.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર, ખેડા એ.સી.બી. પો.સ્ટે., નડિયાદ
સુપરવિઝન અધિકારી :
શ્રી કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ, અમદાવાદ