*અમૃતસરનાં ગોલ્ડન ટેમ્પલમાં બૅન કરાયું Tik Tok લગાવવામાં આવ્યા પોસ્ટર*

સોશિયલ મીડિયા પર ટિક-ટોક વીડિયોની ધૂમ મચેલી છે. જાહેર સ્થળો ઉપર લોકો હંમેશા ટિક-ટોક રેકોર્ડ કરતાં દેખાતા હોય છે. એટલું જ નહી લોકોને ટિક-ટોકનો એવો ક્રેઝ છે કે ઘણા લોકો ધાર્મિક પ્રતિષ્ઠાનોને પણ છોડતા નથી. તેની અંદર પણ વીડિયો બનાવી રહ્યા છે. એટલાં જ માટે પંજાબના અમૃતસર સ્થિત ગોલ્ડન ટેમ્પલ મંદિરમાં ટિક-ટોક વીડિયો બનાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.