નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીને હવે રાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી NFSUને મળેલા ગૌરવરૂપ સેન્ટર ઓફ એકસલન્સ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત વતી આભાર વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્રઢ બનાવવા સાથે ટેકનોસેવી રીતે સાયન્ટીફિક ઇન્વેસ્ટીગેશનની પહેલ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીને હવે રાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે.