કોંગ્રેસ નગરસેવીકા જેનબબેન ખફી અને JMCના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નંબર 12 માં આરોગ્યની સ્પેશિયલ હરતીફરતી મેડિકલ વેન આપી રહી છે સેવા

કોંગ્રેસ નગરસેવીકા જેનબબેન ખફી અને JMCના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નંબર 12 માં આરોગ્યની સ્પેશિયલ હરતીફરતી મેડિકલ વેન આપી રહી છે સેવા

જામનગર: જામનગરમાં આવેલ જળપ્રલય બાદ ઠેર ઠેર કાદવ કીચડ અને પાણી ભરાયેલા હોય તેમાં રોગચાળો ફેલાયો છે જે ધ્યાને લઇ એડવોકેટ જેનબબેન ખફી દ્વારા જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નંબર 12 માં આરોગ્યની સ્પેશિયલ હરતીફરતી મેડિકલ વેનનું આયોજન કરેલ છે જે કેમ્પનું ગોલ્ડન પાર્ક, અલસફા સોસાયટી, રંગમતી સોસાયટી તેમજ સૈયદઅલી પીરની દરગાહ, ટીટા ફલીમાં આયોજન કરવામાં આવેલ હતું જે કેમ્પમાં ૧૦૦૦ થી વધુ લોકોએ લાભ લીધેલ હતો.
આ કેમ્પને સફળ બનાવવા માટે કચ્છ થી મેડિકલ ટીમ મંગાવવામાં આવલ હતી તેમજ વોર્ડ ન.૧૨ ના વોર્ડ પ્રમુખ નાઝિર ભાઈ, સાજીદ ભાઈ બ્લોચ કોંગ્રેસ મહામંત્રી ,સંગઠન મહામંત્રી રોશન બેન નાઈ, ગરણા જમાત પ્રમુખ ઝાકીર ભાઈ, ઇબ્રાહીમભાઇ ડોન, આસિફભાઈ ખેરણી, મુસ્તાક ભાઈ ખફી, હનીફભાઇ મેમણ, રીયાઝ મકરાણી, વસીમ સોરઠીયા, સફી ભાઈ કુરેશી, બિલાલ ભાઈ વડીવાલા, ઈમ્તિયાઝભાઈ, સિદ્દીક ભાઈ વસીલા મીલ વારા, હનીફભાઇ કુરેશીએ જેહમત ઉઠાવી હતી.