વિશ્વશાંતિ દિન ની ઉજવણીવિશ્વ આખું આજે કરશે.

વિશ્વશાંતિ દિન ની ઉજવણી
વિશ્વ આખું આજે કરશે.
જરૂર છે સૌને શાંતિ ની
વાત દેશો દેશ કરશે.

યુ એન નક્કી કરે દિવસ ને
દુનિયા તેને મનાવે
પ્રાચીન ઋષિઓની શાંતિ પ્રાર્થના
કહો કોણ ઘર ઘર ગાવે ?

અશાંતિ ભરી આ દુનિયામાં
કહો કોણ શાંતિ અપાવે ?
વગર કારણે માણસ આજે
દર દર ઠોકર ખાવે.

આકાશ પાતાળ ને પૃથ્વી તણી
શાંતિ ની પ્રાર્થના જેણે કરી છે
એવા પ્રાચીન વેદો ને ગ્રંથો
આજ કોણ વાંચી સમજાવે ?

જિંદગી આખી ભટકતો માણસ
ના પોતાનું કોઈ દી વિચારે
ધન મેળવવા વલખાં મારે
મન ની શાંતિ ગુમાવે.

શાંતિ શાંતિ સૌ કોઈ કહે
ના કોઈને શાંતિ મળતી
તિમિર હટાવો પ્રકાશ પાથરો
દીવાની જ્યોત સૌને કહેતી

નદી સરોવર ને પર્વત પણ
શાંતિ ના ગીતો ગાતા
વૃક્ષો ને વનરાઈ મહી
કલરવ પક્ષીઓ ના થાતા

સાચી શાંતિ મળે નહિ
કોઈ દુકાન કે મોટા મોલમાં
એ તો મફત મળતી માનવ ને
માતા ના મીઠા મધુરા બોલમાં …

જ્યારે જ્યારે માનવ
ભૂલશે મા અને માતૃભૂમિને
નકુમ લખે તમે નક્કી સમજો
અશાંતિ જીવવા નહી દે તમને….
( વિશ્વ શાંતિ દિવસે ૨૧-૯-૨૦૨૧)
જીતેન્દ્ર વી નકુમ, અમદાવાદ