*જામનગર જિલ્લાની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું*
જામનગર, સંજીવ રાજપૂત: મહાત્મા ગાંધીને તેમની 154મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા માટે, સૈનિક સ્કૂલ બાલાચડીના કેડેટ્સ અને સ્ટાફે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ શાળાને હરિયાળી અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપિતાના ઉપદેશો અને વેલ્સનો ફેલાવો કરવાનો આ એક યોગ્ય પ્રસંગ હતો.
આ પ્રસંગે કેડેટોએ પૂરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો હતો.