કડી મુકામે ટમ ટમ તારલિયા બાળગીત સંગ્રહ પુસ્તક નું વિમોચન થયું

12મી સપ્ટેમ્બર રવિવારના રોજ કડી મુકામે ટમ ટમ તારલિયા બાળગીત સંગ્રહ પુસ્તક નું વિમોચન થયું .એ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જવાનું થયું . આ પ્રસંગે ડીસા ,સુરત, ગોધરા ,ભાવનગર, પાલનપુર વગેરે સ્થળે થી શિક્ષક કવિમિત્રો આવ્યા હતા .તે પ્રસંગે દરેક કવિ મિત્રોએ એક એક રચના રજૂ કરી હતી. આ પ્રસંગે મે બાળકાવ્ય ની રચના, બાલ સાહિત્ય અકાદમી વગેરેની વાત કરી હતી .એકંદરે પ્રોગ્રામ સુંદર રહ્યો. સ્થાનિક કવિઓ પણ હાજર રહ્યા હતા. ….નટવર પટેલ…