અમદાવાદના ઘાટલોડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અને ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનવા નિમિત્તે આનંદ ગરબાનું કરાયું આયોજન.
ગઈકાલે તારીખ 17 ના રોજ સંત નેણુરામ આશ્રમ ઘાટલોડિયા ખાતે આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અને ઘાટલોડિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનવાના સંદર્ભમાં આનંદ ગરબાનું આયોજન ભાજપા સમર્થક મંચ અમદાવાદ શહેર મહિલા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું.*
આ કાર્યક્રમમાં મુખ્ય ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના ગોતા વોર્ડના ના પૂર્વ કાઉન્સિલર શ્રી દિનેશભાઈ દેસાઈ, ગોતા વોર્ડ ના ઉપપ્રમુખ શ્રી વિરમભાઇ દેસાઈ, ગોતા વોર્ડ ના શહેર કારોબારી શ્રી પરેશભાઈ પટેલ, ગોતા વોર્ડના બક્ષીપંચ મોરચા ના પ્રમુખશ્રી મહેશભાઈ દેસાઈ, ગોતા વોર્ડમાં સિનિયર કાર્યકર શ્રી મનુભાઈ દરબાર ઉપસ્થિત રહ્યા હતા સાથે ભાજપા સમર્થક મંચ ના ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી રવિશ રામચંદાની, ભાજપા સમર્થક મંચ ગુજરાત પ્રદેશ સચિવ શ્રી રાજેન્દ્ર ભાઈ મિસ્ત્રી, ભાજપા સમર્થક મંચ અમદાવાદ શહેર મહામંત્રી શ્રી મનોજભાઈ બારોટ, ભાજપા સમર્થક મંચ અમદાવાદ શહેર મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી અમીબેન બિહોલા, તથા ભાજપા સમર્થક મંચના દરેક વોર્ડના પ્રમુખ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.*
https://youtu.be/wXw6m8cs364