ગુજરાતના ધાર્મિક સ્થળોનો ભાજપના શાસનમાં આગવો વિકાસ થયો છે: ડો. કિરીટભાઈ સોલંકી, સાંસદ.



અમદાવાદ: ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે દેશની સર્વોચ્ચ મહાપંચાયત લોકસભાના પેનલ સ્પીકર અને અમદાવાદ પશ્ચિમના લોકપ્રિય પ્રભાવશાળી સાંસદ શ્રી ડોક્ટર કિરીટભાઈ સોલંકી એ લવકુશ બંગલો, કમલમ પાસે, ગાંધીનગર ખાતે ના તેમના નિવાસસ્થાને સમગ્ર રાજ્યમાંથી આવેલ સામાજિક, રાજકીય કાર્યકરો આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી ને ગુરુપૂર્ણિમા દિવસ ની ઉજવણી કરી હતી.
સાંસદ શ્રી ડોક્ટર કિરીટભાઈ સોલંકી એ ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં આવેલ ધાર્મિક સ્થળોનો તેજ ગતિએ વિકાસ થઈ રહ્યો છે. તે જ પ્રમાણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ ભાજપ શાસિત રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વમાં ધાર્મિક સ્થળોનો આગવી રીતે વિકાસ થઈ રહ્યો છે. ગુજરાતના સોમનાથ, ચોટીલા પાવાગઢ ,અંબાજી, ગિરનાર જેવા અનેક પવિત્ર યાત્રાધામો નો રાજ્ય સરકાર દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે. તેજ તર્જ ઉપર અનુસૂચિત જાતિ સમુદાયમાં થયેલ સંતો, મહંતો ના જીવન કવન સાથે સંકળાયેલ ધર્મસ્થાનકો નો પણ ગુજરાત ભાજપ સરકાર દ્વારા તેજ ગતિ એ વિકાસ કાર્ય કામ ચાલી રહ્યું છે. લોક હિતાર્થે બલિદાન આપનાર અમર શહીદ વીર મેઘમાયા ની યાદ માં પાટણ ખાતે રૂપિયા 11 કરોડના ખર્ચે ભવ્ય સ્મારકનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે તો બીજી તરફ વીર મેઘમાયા ના જન્મ સ્થળ રનોડા -ધોળકા ખાતે વિકાસ કામનો શુભારંભ કરવામાં આવેલ છે. તદુપરાંત અલખના આરાધક ૧૦૦૮ સંત શિરોમણી શ્રી ત્રિકમ સાહેબ ના પવિત્ર સ્થાનક ચિત્રોડ -રાપર માં પણ રાજ્ય સરકારે અગાઉ ત્રણ કરોડ ઉપરની ગ્રાન્ટ ફાળવી હતી. અત્યારે પણ રાજ્ય સરકાર દ્વારા ચિત્રોડ ના વિકાસ કરવા માટે માતબર રકમ ફાળવવામાં આવી છે., જ્યારે સંત શ્રી જોધલપીર સ્થાનક ,કેશરડી ને પણ રૂપિયા પાંચ કરોડના ખર્ચે વિકસાવાશે. અત્યાર સુધીમાં ગુજરાત ભાજપ સરકારે અનુસૂચિત જાતિના ધર્મસ્થાનકો ના વિકાસ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂપિયા ૪૫ કરોડથી વધારે રકમ નો ખર્ચ કરેલછે.