વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો.

બોરીદ્રા ગામના મુખ્ય શિક્ષકે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો.

જેમાં 71મા જન્મદિવસે
ગણપતિબાપાના સ્થાપનાના સ્થળે 71 દીવાની જ્યોત પ્રગટાવી.

શાળામા
શિક્ષક સ્ટાફ અને બાળકો દ્વારા 71 આંબાના છોડ વાવીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું

રાજપીપલા, તા17

દેશ ભરમાં 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયોહતો.જેમાં નર્મદા જિલ્લામા પણ નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસઅંગે જુદા જુદા કાર્યકમો ઉજવાયા. તેમાં નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામના મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ પોતાના ગામમા અનોખી રીતે ઉજવ્યો.જેમાં 71મા જન્મદિવસે
ગણપતિબાપાના સ્થાપનાના સ્થળે 71 દીવાની જ્યોત પ્રગટાવ્યા તો શાળામા
શિક્ષક સ્ટાફ અને બાળકો દ્વારા 71 આંબાના છોડ વાવીને વૃક્ષારોપણ કરવામાં આવ્યુંહતું.

સરકાર ની કોરોના ની સંપૂર્ણ ગાઈડ લાઈન નું પાલન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 71 મા જન્મ દિવસની બોરિદ્રા મુકામે ભવ્ય ઉજવણી કરવામાં આવીહતી.જેમાં સૌપ્રથમ ગણપતિબાપાના સ્થાપનાના સ્થળે યુવાનો અને બાળકો દ્વારા 71 દીવાની જ્યોત પ્રગટાવી ને મોદી સાહેબના લાંબા આયુષ્ય અને નિરોગી આરોગ્ય ની પ્રાર્થના કરી. પછી ગામ માં અને શાળામા
શિક્ષક સ્ટાફ અને બાળકો દ્વારા 71 આંબા ના છોડ વાવીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ
બોરિદ્રા ગામ માં 100% કોરોના રસી મુકાવવી તે માટે અનિલભાઈ મકવાણાના આયોજન થી ફળિયે ફળિયે અને ઘર ઘર મુલાકાત લીધી 71મી ફળિયા મુલાકાત દ્વારા બોરિદ્રા ગામ ટુંક સમયમાં 100% કોરોના રસીકરણ થશે તેવા પ્રયત્નો અનીલ મકવાણા અને અને શિક્ષકો બાળકોએ વડા પ્રધાનનેશુભેચ્છાઓ પાઠવી હતી

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા