અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, ભારતની બે દિવસીય મુલાકાત દરમિયાન, ગુજરાતના મોટેરા સ્ટેડિયમમાં તેમના સંબોધન દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સોદા અંગે મોટું નિવેદન આપ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અમેરિકા માટેનું સૌથી મોટું બજાર છે. યુએસ અને ભારત વચ્ચે ટૂંક સમયમાં વેપાર કરાર પર હસ્તાક્ષર થશે, મોદી ખૂબ જ કડક વાર્તાકાર છે. ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપારમાં 40 ટકાનો વધારો થયો છે.આ સાથે જ ટ્રમ્પે કહ્યું કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ અંતરિક્ષ કાર્યક્રમમાં સાથે મળીને કામ કરશે. ટ્રમ્પે કહ્યું કે અમે ભારત સાથે 3 બિલિયન ડોલરની હેલિકોપ્ટર ડીલ કરીશું. ટ્રમ્પે કહ્યું કે અમે મંગળવાર (25 ફેબ્રુઆરી) ના રોજ 3 અબજ ડોલરના સંરક્ષણ કરાર કરીશું
Related Posts
અમદાવાદ: સોલામાંથી ગુમ થયેલી 10 વર્ષની બાળકી મળી આવી. પોલીસે છત્રાલ પાસેથી મળેલી બાળકીને માતા-પિતાને સોંપી
અમદાવાદ: સોલામાંથી ગુમ થયેલી 10 વર્ષની બાળકી મળી આવી. પોલીસે છત્રાલ પાસેથી મળેલી બાળકીને માતા-પિતાને સોંપી છે. છેલ્લા એક અઠવાડિયાથી…
*અમદાવાદઃ સરદાર પટેલ સ્ટેડિયમ પાસેની ટ્રાફિક પોલીસ ચોકીમાં દારૂની મહેફિલ કરતાં પોલીસ કર્મચારી ઝડપાયાં*
સેલંબા ગામે પરિણીત મહિલા ઉપર પતિ અને સાસરિયાઓ દ્વારા માનસિક શારીરિક ત્રાસ ગુજારવાની ફરિયાદ પત્નીએ પોતાના પતિદેવ, સાસુ સસરા,નણંદ,…