*ચીનને પછાડી ભારત સૌથી મોટું વેપારી ભાગીદાર*

યુએસ હવે ચીનને પાછળ છોડી ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બન્યું છે. આ ભારત અને અમેરિકા વચ્ચે વધતા જતા વેપાર સંબંધો દર્શાવે છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા મુજબ, વર્ષ 2018-19માં ભારત અને યુએસ વચ્ચે 87.95 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થયો હતો. આ સમયગાળા દરમિયાન ચીન સાથે ભારતનો દ્વિપક્ષીય વેપાર 87.07 અબજ ડોલર રહ્યો છે. એ જ રીતે, 2019- 20 માં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન અમેરિકા સાથે ભારતનો દ્વિપક્ષીય વેપાર 68 અબજ ડોલર હતો, જ્યારે ભારત અને ચીનનો દ્વિપક્ષીય વેપાર 64.96 અબજ ડોલર રહ્યો છે.