આજના મુખ્ય સમાચારો.
*dete*
2️⃣7️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣
*માસ્ક ન હોય તો દંડ વસુલવાનો હુકમ હાઈકોર્ટ નો છે. તો માત્ર સુરતમાં જ દંડ*
*વસુલ નહી કરવામાં આવે તે જાહેરાત સુપ્રિમ કોર્ટથી ઉપરની થઈ જાય છે*
*આમ ભાજપ શાસકોએ મોટા ઉપાડે દંડ નહીં માસ્ક પહેરોની નીતિ શરૂ થાય તે પહેલા જ બંધ કરી દેવાની ફરજ પડી છે*
*અભી બોલા અભી ફોક*
*પહેલા કીધુ પોલીસ માસ્ક નહીં પહેરનારને 1 હજારના દંડને બદલે માસ્ક આપશે*
*હવે માસ્ક નહિ પહેરેલ હશે તો 1 હજાર દંડ થશે*
જો લોકો માસ્ક પહેરશે તો તેમની પાસેથી દંડ લેવાનો કોઇ સવાલ નથી પરંતુ જો લોકો માસ્ક નહીં પહેરે તો તેમને દંડ જરૂર કરવામાં આવશે સંપૂર્ણ સૂચના હોવા છતા જો લોકો માસ્ક વગર જોવા મળશે તો તેમને દંડ ફટકારવામાં આવશે. માસ્ક મુદ્દે કોઇ કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે તેમ કમિશનર અજય તોમરે સ્પષ્ટતા કરી
********
*આખરે મેચનો પેટારો ખૂલ્યો*
38 વિદ્યાર્થીઓ સહિત કુલ 40 લોકોનો રિપોર્ટ પોઝિટીવ
પાંચનો પોઝિટીવ રિપોર્ટ આવતા IIM કેમ્પસમાં હડકંપ મચ્યો હતો, બીજી તરફ આ મેચમાં વધુને વધુ પ્રેક્ષકો ભેગા કરવાની લ્હાયમાં લોકોની જીંદગી હાલ દાવ પર લાગી ગઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12 માર્ચે મેચ જોઈને આવેલા iimના વિદ્યાર્થીઓ બન્યા સુપર સ્પેડર, મેચ જોયા બાદ સંક્રમિત થયેલા વા 5 વિદ્યાર્થીઓએ છૂપાવ્યું હતું.
*******
*ગુજરાતની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા હેઠળ*
વિકાસશીલ રાજ્યની વાતો વચ્ચે વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ છે. સરકારી આંકડામાં આ વાતની સાબિતી કરે છે. GUJARATમાં 2019ના આંકડાઓ મુજબ રાજ્યમાં ગરીબોની સંખ્યા 30, 94, 580 પરીવારોની સંખ્યા હતી. જેમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. આ વધારો થઈને DECEMBER 2020ની સ્થિતિએ 31, 41, 231 પરીવારોની સંખ્યા થઈ છે. તે જોતા એક ગરીબ પરિવારમાં સરેરાશ 6 સભ્યો ગણવામાં આવે તો 1 કરોડ 88 લાખ જેટલી સંખ્યા ગરીબોની થાય છે એટલે કે ગુજરાતની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા હેઠળ જીવે છે તેવું કહેવું અયોગ્ય નથી.
********
*અમદાવાદને સ્માર્ટ સિટી ઈન્ડિયા-2021 એકસ્પો અંતર્ગત રાષ્ટ્રીય એવોર્ડ*
અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી ઈન્ડિયા 2021 એકસ્પો અંતર્ગત સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલોપમેન્ટને આર્કિટેકચરલ ડીઝાઇન, રિઅલ એસ્ટેટ અને અર્બન મોબિલીટી ત્રણ કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયા છે.
********
*3065 ખાનગી શાળામાં 7098 અમાન્ય શિક્ષકો*
ગુજરાતમાં ઠેર ઠેર ખાનગી પ્રાથમિક શાળાઓ કે શિક્ષણની હાટડીઓ ખુલી ગઈ છે. આવી પ્રાથમિક શાળામાં નાના ભુલકાઓ અને વિદ્યાર્થીઓેને યોગ્ય શિક્ષણ આપી શકે તેવા શિક્ષકોને બદલે લાયકાત વિનાના અયોગ્ય શિક્ષકો ભણાવતા હોવાનું સામે આવ્યુ છે.
*******
*આવતીકાલ સુધી ગુજરાતમાં રહેશે ગરમીનો પ્રકોપ*
હિમાલયની પર્વતમાળામાં અસર સર્જનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિખરાતા, હવે ગુજરાતમા ગરમીનો પારો ક્રમશ ઉચકાશે. માર્ચ મહિનાના આખરી સપ્તાહમાં ગુજરાતના વિવિધ વિસ્તારમા અકળાવનારી ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગે આગામી રવિવાર સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ રહેવાની આગાહી કરી છે.
*********
*વિધાનસભા અધ્યક્ષની ખુરશી પર વિપક્ષના ધારસભ્યને બેસવાની મળી તક*
ગુજરાત વિધાનસભા ગૃહમાં 20 વર્ષ બાદ અનોખો નજારો જોવા મળ્યો હતો. વિધાનસભા અધ્યક્ષની ખુરશી પર કોંગ્રેસના ભીલોડાના ધારાસભ્ય અનિલ જોષિયારા જોવા મળ્યા હતા. ગૃહમાં અધ્યક્ષ સહિત 5 સભ્યોની સ્પીકર પેનલ હોય છે. ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહમાં વિપક્ષને આ તક મળતા તેઓ ભારે ઉત્સાહ અને ગેલમાં જોવા મળ્યા હતા
********
*રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની લથડી તબિયત*
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત લથડતા તેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને દિલ્હી ખાતેની આર્મી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમનું રૂટિન ચેકઅપ કરવામાં આવ્યું હતું અને હાલ તેઓ ડૉક્ટર્સના મોનિટરિંગ અંતર્ગત છે. આર્મી હોસ્પિટલે રાષ્ટ્રપતિની તબિયત સ્થિર હોવાની માહિતી આપી હતી. હાલ આર્મી હોસ્પિટલમાં ડોક્ટર્સની નજર હેઠળ છે, તેમની તબિયત સુધારા પર જણાવવામાં આવી રહી છે.હોસ્પિટલે હેલ્થ બુલેટીન જાહેર કરીને જાણકારી આપી છે.
********
*શિક્ષકે આચર્યું દુષ્કર્મ શિક્ષક સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો પ્રમુખ*
સોમનાથના ઉનામાં વાસનાંધ સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થિનીને ઘોરણ 10ની પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપી દેલવાડાના ગેસ્ટ હાઉસમાં બોલાવી બળજબરીથી દુષ્કર્મ આચર્યાની સનસનીખેજ વિગતો સામે છે. આ મામલે પીડીતાએ ફરીયાદ નોંઘાવતા પોલીસે ગુનો નોંઘી આરોપી શિક્ષકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ આ ઘટનાના આરોપી શિક્ષક ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો પ્રમુખ હોવાનું સામે આવતા શિક્ષણવિભાગ સહિત સર્વસમાજમાં આરોપી શિક્ષક પર ફિટકારની લાગણી વરસી રહી છે.
********
*બસના ડ્રાઈવર કન્ડક્ટર માસ્ક વગર જોવા મળ્યા*
સુરતમાં વધતા કોરોના સંક્રમણને કારણે વહિવટી તંત્રની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. સુરત બસ સ્ટેશનની મુલાકાત લેતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતાં. સુરત બસ સ્ટેશનમાં કર્મચારીઓ માસ્ક વગર નજરે ચડ્યાં હતા સુરત બસ સ્ટેશન પર મુસાફરોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે.મુસાફરો માટે સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ થઈ રહ્યા છે. તેવા સંજોગોમાં એસટીના ડ્રાઇવર અને કંડકટર માસ્ક વગર બેદરકાર થઈને લાપરવાહી દાખવી રહ્યાનું સામે આવ્યું છે
********
*ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં નવી ITI શરુ થશે*
ગિફ્ટ સીટી હાલમાં ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાયનાન્શીયલ સર્વિસિસ સેન્ટર બનવા જઈ રહ્યું છે. ગિફ્ટ સીટી ખાતે એરોસ્પેસ એવીએશન, બેન્કીંગ ફાયનાન્સ, સર્વિસ-ઈન્શ્યોરન્સ, ઈલેક્ટ્રોનિક્સ ઓફિસ એડમીનીસ્ટ્રેશન, ફેસીલીટી મેનેજમેન્ટ, હેલ્થકેર તથા આઈ.ટી. વગરે સેક્ટરના સી.ટી.એસ. અંતર્ગત લાંબાગાળાના નોન એન્જીનીયરીંગ વ્યવસાયો તથા ટુંકા ગાળાના સર્વિસ સેક્ટરના વ્યવસાયો શરૂ કરવાના આયોજન સાથે નવી આઈ.ટી.આઈ. શરૂ કરવા માટે જમીન માટે થનાર ખર્ચ માટે 100 લાખની બજેટ જોગવાઈ નાણાકીય વર્ષ-2021-22માં નવી બાબત તરીકે કરવામાં આવી છે.
***
*317 ભૂમાફિયાઓને જેલમાં ધકેલી દેવાયા*
ગુજરાતમાં સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી શરુ કરી છે. સમગ્ર રાજ્યમાં ભૂમાફિયાઓ સામે 133 FIR કરવામાં આવી છે. જ્યારે 144 ચાર્જશીટ દાખલ કરીને 317 જેટલા ભૂમાફિયાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે. રાજ્યમાં 1384 વિઘા જેટલી જમીન તેમના મુળ માલિકોને પરત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો સંદર્ભની 57 અરજીઓ મળી છે.
********
*સુરતના અડાજણમાં CNG ગેસ સ્ટેશન પર રીક્ષામાં આગ લાગી*
સહજ સુપર સ્ટોરની બાજુમાં આવેલા સીએનજી પંપ ઉપર ગેસ ભરાવા ગયેલી રીક્ષામાં એકાએક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ ગેસ પંપ સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ આપી હતી
********
*સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા ઓનલાઈન યોજવાના નિર્ણયનો વિરોધ*
આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકાના મેયર દ્વારા આવનારી સામાન્ય સભા ઓનલાઇન યોજવા માટેનો નિર્ણય કરાતા વિરોધ નોંધાવ્યો હતો. આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા દ્વારા પત્રકાર પરિષદ સંબોધીને મેયર દ્વારા લેવાયેલા નિર્ણયને વખોડી કાઢ્યો હતો. વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સામાન્ય સભા ઓફલાઈનને બદલે ઓનલાઈન યોજવાનો નિર્ણય વિરોધ પક્ષને પૂછ્યા વગર લેવામાં આવ્યો છે
*******
*છોટુ વસાવાનો પાંચ કેસમાં નિર્દોષ છુટકારો*
ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાને પાંચ કેસમાં નિર્દોષ છુટકારો થયો છે. 28 વર્ષ પહેલા છોટુ વસાવા ઉપર વીજચોરીના અલગ અલગ પાંચ કેસ કરાયા હતા. જેમાં ઝઘડિયા કોર્ટે વીજ ચોરીના પાંચેય કેસમાં છોટુ વસાવાને નિર્દોષ જાહેર કર્યો છે.
********
*ધો.10નું ગણિતનું પેપર સોશિયલ મીડિયામાં વાઇરલ*
બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ અગાઉ જ ધોરણ 10 નું ગણિતનું પેપર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં શિક્ષણ વિભાગ દોડતું થઇ ગયું હતું. અને આ મામલે તપાસ કરતાં પાલનપુરની ખાનગી શાળામાંથી આ પેપર વાયરલ થયું હોવાનું સામે આવ્યું હતું.
********
*સાપુતારા સરકીટ હાઉસમાં દારૂની મહેફિલમાં 5 ઝડપાયા*
આહવા ગિરિમથક સાપુતારામાં એલસીબીએ જુગાર અને દારૂની મહેફિલ માણતા 5 જણાને 4.63 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ૧ ને ફરાર જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અસામાજીક તત્વોમાં ફફડાટ મચી ગયો હતો.
********
*ટેન્ટ સીટી 1ને ભારતમાં લગ્ન કરવા માટેની ઉત્તમ*
કેવડિયા ખાતેના ટેન્ટ સીટી 1નો સમાવેશ તદ્દન નવા નહી તો, દેશમાં હેરિટેજ હોટેલ્સ અને ઉચ્ચ સ્તરના લકઝરી રિસોર્ટસનુ પ્રભુત્વ ધરાવતા નવા ડેસ્ટીનેશન વેડીંગનાં સ્થળોમાં કરાયો છે.“વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી થોડીક મિનીટોના અંતરે આવેલુ ટેન્ટ સીટી એ ‘ડેસ્ટીનેશન વીથ એ ડીફ્રન્સ’ છે. નર્મદા નદીના કાંઠે, આધુનિક સગવડો ધરાવતા 60 ટેન્ટસને આ પ્રાકૃતિક સ્થળને વચ્ચે આવરી લેવાયા છે
********
*ખેડૂતોને આપત્તિમાં કોઈ વર્ષે નુક્સાન થવા દીધુ નથી: મુખ્યમંત્રી*
વિજય રૂપાણી જણાવ્યુ છે કે વર્ષ 2022માં રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યાં છીએ એ માટે અમે નક્કર પગલા લીધા છે. ખેડૂતોના પડખે ઊભા રહેવા માટે પાક વીમાના ઑલ્ટરનેટ તરીકે દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરીને 3700 કરોડનું પેકેજ આપ્યું છે
*******
*સુરતમાં 34 રિક્ષાચાલકો કોરોના-પૉઝિટિવ*
સુરત શહેરમાં સંભવિત ‘સુપર-સ્પ્રેડર્સ’ની ઓળખ કરવા માટેની ખાસ ઝુંબેશ દરમિયાન એક જ દિવસમાં ૩૪ રિક્ષા-ડ્રાઇવરોની કોરોના-ટેસ્ટ પૉઝિટિવ આવી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.સુરત શહેરમાં સંભવિત ‘સુપર-સ્પ્રેડર્સ’ની ઓળખ કરવા માટેની ખાસ ઝુંબેશ દરમિયાન એક જ દિવસમાં ૩૪ રિક્ષા-ડ્રાઇવરોની કોરોના-ટેસ્ટ પૉઝિટિવ આવી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
*******
*ગાંધીનગરમાં મહાત્મા મંદિરનું 2.02 કરોડનું ભાડુ બાકી*
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટથી વિશ્વભરમાં જાણીતા થયેલા મહાત્મા મંદિરમાં 2 વર્ષમાં 42 સરકારી કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમો માટે સરકારે સરકાર પાસેથી જ ભાડા પેટે 2,02,90,999 વસૂલવાના બાકી છે. એટલું જ નહીં, એક ખાનગી એજન્સી પાસેથી 1,63,779 ભાડું વસૂલવા માટે કોર્ટનો આશરો લેવો પડ્યો છે
*******
*અંબાજી મંદિરનો કર્મચારી દારૂના જથ્થા સાથે ઝડપાયો*
અંબાજી: યાત્રાધામ અંબાજી મંદિરમાં આઉટ સોર્સીંગ તરીકે કામ કરતો એક કર્મચારી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાઇ જવા પામ્યો હતો પોલીસે 1,37,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.અંબાજી પોલીસ રાત્રિ દરમિયાન નાઇટ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એક ચાની કીટલી પાસે સિલ્વર કલરની મારૂતિ અલ્ટ્રો કાર નંબર જીજે-14-જે-8392 પર શંકા જતા કારની તલાસી લીધી હતી.
********
*યુપી પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર*
યુપીમાં પંચાયતની ચૂંટણીની સૂચના કરવામાં આવી છે. ચૂંટણી પંચે લખનૌમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પ્રથમ તબક્કા માટે મતદાન 15 એપ્રિલના રોજ થશે, બીજો તબક્કો 19 એપ્રિલે ત્રીજો તબક્કો 26 એપ્રિલે અને ચોથો તબક્કો 29 એપ્રિલે યોજાશે તમામ તબક્કાઓની મતગણતરી 2 મે નારોજ યોજાશે પ્રથમ તબક્કા માટે નોમિનેશન એપ્રિલથી એપ્રિલ બીજા તબક્કાના નામાંકન એપ્રિલના રોજ રહેશે ત્રીજા તબક્કા માટેના નામાંકન 13 અને 15 એપ્રિલના રોજ થશે. ચોથા તબક્કાની ચૂંટણી 17-18 એપ્રિલના રોજ કરવામાં આવશે.
********
*અમદાવાદમાં ટુ વ્હીલર ફોર વ્હીલર માટે સ્પીડ લિમિટ નક્કી કરાઈ*
અમદાવાદ પોલીસ કમિશ્નરે સ્પીડ લિમિટને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરી વિસ્તારમાં ટુ વ્હીલર ચાલકોએ 60 અને ફોર વ્હીલર ચાલકોએ 40ની સ્પીડે વાહન હંકારવુ પડશે જ્યારે ટ્રાન્સપોર્ટેશન વ્હીકલો શહેરી વિસ્તારમાં 60ની સ્પીડે ચલાવી શકાશે જો સ્પીડ વધુ હશે તો ટ્રાફિક પોલીસ જાહેરનામા ભંગનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે
******
*હાઈવે પર પોસ્ટ ઓફીસના મહત્વના દસ્તાવેજો ઉડતા દેખાયા*
ગોંડલ નેશનલ હાઈવે પર આવેલ આશાપુરા ચોકડી પાસે પોસ્ટ ઓફિસના મહત્વના દસ્તાવેજો રોડ પર ઉડતા જોવા મળ્યા હતા પોસ્ટ ઓફિસ સેવિંગ બેન્ક લખેલા કાગળો રસ્તા પર દેખાતા અહીંથી પસાર થતા વાહન ચાલકો વિચારતા થઈ ગયા હતા આ દસ્તાવેજો કેશોદ તરફના લોકો હોવાનું માનવા આવી રહ્યું છે. જોકે ખરેખર તો આ દસ્તાવેજ કોઈએ હાઈવે પર ફેંક્યા છે કે પછી વાહનમાંથી પડી ગયા છે તે તે હવે પોસ્ટઓફિસના અધિકારીઓ જ સ્પષ્ટ કરશે
*🙏