*મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર રવિ પૂજારીને કરાયો કોર્ટમાં રજૂ, રાજકારણીઓ અને બોલીવુડના સ્ટારને બનાવતો હતો નિશાન*

હત્યા અને ખંડણી સહિતના અનેક ગંભીર ગુનાના આરોપી અને મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર રવિ પૂજારીને સેનેગલથી ભારત લાવવામાં આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. આફ્રિકાના સેનેગલથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ રવિ પૂજારીને લઇને બેંગ્લોર આવી પહોંચ્યા. આ બાબતે કર્ણાટકના અધિક પોલીસ મહાનિર્દેશક અમરકુમાર પાંડેએ કહ્યું છે કે રવિ પૂજારી સંપૂર્ણ પણે તપાસ પ્રક્રિયામાં સહયોગ આપી રહ્યો છે. આ આગાઉ પૂજારીની દક્ષિણ આફ્રીકાના સેનેગલમાંથી ધરપકડ કરવામાં આવી હતી