ચાલુ સાલે સીઝનના વરસાદનો રેકોર્ડ તોડી નાંખતા બન્ને તાલુકાઓમાંજળ બંબાકારની સ્થિતિ

બ્રેકીંગ ન્યૂઝ વરસાદ ડેમ વિશેષ નર્મદા :

નર્મદાના બે તાલુકાઓ દેડિયાપાડામાંઅને સાગબારા તાલુકાઓએ ચાલુ સાલે સીઝનના વરસાદનો રેકોર્ડ તોડી નાંખતા બન્ને તાલુકાઓમાંજળ બંબાકારની સ્થિતિ

દેડિયાપાડામાં પોણા નવ ઇંચ અને સાગબારામાં સાડા પાંચઇંચ વરસાદ નોંધાતા આ
બન્ને તાલુકાઓમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

રસ્તાઓ. નાળાઓનું ભારે ધોવાણ

દેડિયાપાડામાંઅને સાગબારા તાલુકાના ઉપરવાસમા ભારે વરસાદને પગલે કરજણનદીમા ભારે પાણીની આવક

કરજણ ડેમ 24 કલાકમાંજ 12 મીટર વધુ ભરાયો
કરજણ ડેમ 24કલાક મા 58%થી વધીને 79%ભરાઈ ગયો.

રાજપીપલા, તા09

નર્મદાજિલ્લાના બે તાલુકાઓ દેડિયાપાડામાંઅને સાગબારા તાલુકા મા ગઈ કાલે ભારે વરસાદ થતાં ચાલુ સાલે સીઝનના વરસાદનો રેકોર્ડ તોડી નાંખતા આ બન્ને તાલુકાઓમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.દેડિયાપાડામાંઅને સાગબારા તાલુકાના ઉપરવાસમા ભારે વરસાદને પગલે કરજણનદીમા ભારે પાણીની આવકવધી જતા
કરજણ ડેમ 24 કલાકમાંજ 12 મીટર વધુ ભરાઈ ગયો હતો કરજણ ડેમ 24કલાક મા 58%થી વધીને 79%ભરાઈ ગયોછે. કરજણ ડેમની સપાટી હાલ વધીને 109.23મીટરે પહોચી છે હાલ કરજણ ડેમમાં 1195ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

કરજણ ડેમ ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી ગણાય છે. હાલ ડેમમા સિંચાઈ માટે અને પીવા માટે પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હોય ડેમમાથી પાણી છોડવામાં આવતું નથી. બન્ને સ્મોલ હાઇડ્રોપાવર પણ બંધ રાખ્યા હોવાથી હાલ વીજ ઉત્પાદન પણ બંધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈ, ઓગસ્ટ બે મહિના નર્મદામા વરસાદ ખેંચાયા પછી સપ્ટેમ્બર માશ્રાવણ પણ કોરો ગયા પછી ભાદરવામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. છેલ્લા પાંચ દિવસથી નર્મદામા સારો વરસાદ થયાં બાદ છેલ્લે દેડિયાપાડામાંઅને સાગબારા તાલુકાઓએ વરસાદ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યાહતા જેમાં દેડિયાપાડામાં પોણા નવ ઇંચ અને સાગબારામાં સાડા પાંચઇંચ વરસાદ નોંધાતા આ
બન્ને તાલુકાઓમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
રસ્તાઓ. નાળાઓનું ભારે ધોવાણ થયું છે

જેને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી હતી.
દેડિયાપાડા તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ વરસાદ 959મિ.મી.અને સાગબારા તાલુકામાં ૪૦૦ મિમી જેટલો વરસાદ થંવા પામ્યો છે
જેને કારણે બે દિવસથી નર્મદા ડેમ વિસ્તારમાં વરસાદને કારણે
સરદાર સરોવર ડેમની સપાટીમાં એક ફૂટનો વધારો નોંધાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નર્મદા ડેમની છેલ્લા બે મહિનાથી જળ
સપાટી ૧૧૫ થી ૧૧૬ મીટરની વચ્ચે જ રહેતી હતી. પરંતુ છેલ્લા બે દિવસથી
નર્મદા ડેમ વિસ્તારમાં વરસાદના કારણે નર્મદા ડેમ પર પાણીની આવકમાં
વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી એક ફૂટ વધી છે. સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક
32654ક્યુસેક છેઅને જાવક 4381ક્યુસેક છે..નર્મદા ડેમની જળ સપાટી વધવાને કારણે સરદારસરોવરમાં પાણીનું ગ્રોસ સ્ટોરેજ 4755 મિલિયન કયુબિક મીટર થયું છે.
નર્મદાના આ બન્ને તાલુકાઓમા મુશળધાર વરસાદથી કરજણ
નદી, તરાવ નદી, દેવ નદી, ધામણખાડી, કંજાઈ ગામની નદી અનેખાડીઓમાં વરસાદના પાણીનાઘોડાપુર આવ્યા છે
મોટીપરોડી, ખોચર પાડા નદી અનેખાડી કોતરોમાં ઝરણાંઓમાચેકડેમોમાં વરસાદના પાણીવહેતાં થયા હતા

આ વિસ્તાર નાખેડૂતોનાં ખેતરોમાં વરસાદ અમૃત તુલ્ય
વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈગયા હતા.જેમાં કપાસ, મકાઈતુવેર, ડાંગર, કયારાઓની ડાંગર,
સોયાબીન, કેળ, શેરડી અને
શાકભાજીના પાકને ક્ષયદો થયોછે. લાંબા વિરામ બાદ વરસાદવરસતા ખેડૂતોમાં ખુશી જોવામળી રહી છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-119 મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-૧૦૯.૨૩ મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-૧૮૩.૫૦ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૮૩.૪૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે ૧૩.૯૮ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

તસવીર :જગતાપ, રાજપીપળા