*મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને ભગાડી ટ્રેન સામે ઝંપલાવતા મોત*
સુરતઃ ઓલપાડ તાલુકાના કીમ રેલ્વે સ્ટેશન નજીક રાત્રીના બે અજાણ્યા યુવક યુવતીના ટ્રેન અકસ્માતમાં મોત થવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી.ત્યારે બન્ને યુવક યુવતી મૂળ ઉત્તરપ્રદેશના હોય જેમાં યુવક મુસ્લિમ અને યુવતી હિન્દુ હોવાનું જાણવા મળતા બન્નેએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાની આશંકા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, યુવતીના પિતાએ ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ યુવક વિરુદ્ધ ભગાડી ગયો હોવાની ફરિયાદ પણ નોંધાવેલી છે