*છાતી પર પિસ્તોલ તકાઈ છતાં કોન્સ્ટેબલે ફરજ નિભાવી*

નાગરિકતા સંશોધન કાયદા બાબતે દિલ્હીમાં જોરદાર બબાલ થઈ છે. ટ્રમ્પ દિલ્હી પહોંચે એ પહેલાં આ બબાલને પગલે પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. દિલ્હીથી મૌજપુરથી જાફરાબાદ જતા રસ્તા પર ફાયરિંગ થયું છે. આ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક યુવક હાથમાં તમંચો લઇને ફાયરિંગ કરતો નજરે આવ્યો છે. યુવક ફાયરિંગ કરતાં કરતાં તેની પિસ્તોલ અકે કોન્સ્ટેબલની છાતી પર રાખે છે છતાં કોન્સ્ટેબલ ડગમગતો ન હતો.