આત્મહત્યા પુરુષ વધારે કરશે. કેમ?

કેમ કે પુરુષ રડતો નથી.

એને રડવું છે પણ એને ખબર છે સાંજ સુધીમાં તો મને મારા જ મિત્રો અને સગાઓ “બાયલો” કહેશે.

વાહ તમારી મર્દાનગી.

પુરુષને ગુસ્સો ઠાલવવો છે પણ એ નથી ઠાલવી શકતો કેમ કે ઘરે મા બાપને બોલે તો મા બાપ એમ કહે કે દીકરા મોટો કર્યો એટલે બોલે છે ને? અમે હવે શરીરથી થાકી ગયા એટલે બોલે છે ને? બૈરાંને ( પત્નીને) બોલે તો પત્ની કહે છે મને તો ગુલામડી બનાવી છે ગુલામડી. ગમે ત્યારે મને મન ફાવે એમ બોલો છો. છોકરાઓને બોલે તો બધા કહે આ તો નાના બાળ છે એમને શું ખબર પડે. મિત્રને બોલે તો મિત્ર કહે બદલાઈ ગયો ભાઈ. તેવર બદલાઈ ગયા તારા.

વાહ તમારા સંબંધ.

પુરુષને ય ઇચ્છા છે કે એ ઉદાસી બતાવે. કોઈ એને એક ટાઈટ હગ કરીને કહે કે માય ગયું બધું હું છું ને. અને એ હગ અલગ અલગ સમયે બદલાતી રહે છે. નાનપણમાં મા બાપની હગ હોય. યુવાનીમાં gf ની કે વાઈફની હગ હોય ઘડપણમાં દીકરીની હગ હોય. પણ બિચારો પુરુષ ખાલી માને જ હગ કરી શકે છે કેમ કે ત્યારે નાનો હોય છે કોઈ એને જજ નથી કરતું. પછી તો બધું સંસ્કાર વિરુદ્ધ થઈ જાય.

વાહ તમારા સંસ્કાર.

પુરુષને ય એમ થાય છે કે મારી કદર થાય. મારા કામના વખાણ થાય. ( કમવાની વાત નથી એક્સ્ટ્રા કામના વખાણની વાત છે. ) પણ ના પુરુષ છે એટલે એના ઘર કામમાં કઈ દમ ન હોય. એની રોટલી તો ગોળ ન હોય – એની દાળમાં મીઠું ઓછું હોય – એના ગાર્ડનમાં સફાઈ ન હોય – એના કપડાં બરાબર ધોયેલા ન હોય.

વાહ તમારું પરફેક્શન.

પુરુષને સ્ત્રી મિત્ર તરફ આકર્ષણ કેમ છે ખબર છે કેમ કે પુરુષ મિત્ર આગળ માત્ર વલગર વાતો – જોક્સ – પૈસાની વાત એટલું જ સેર કરવાનો રિવાજ છે. દુઃખની વાત નાની ઇચ્છાઓ સમસ્યા સેર કરવાનો રિવાજ જ નથી એટલે એ સ્ત્રી મિત્ર શોધે છે. પણ ના એ તો કેરેકટર ખરાબ છે એટલે છોકરીઓ જોડે દોસ્તી કરે છે.

વાહ તમારા સર્ટિફિકેટ.

પુરુષ છે ને તું? હા તો એકલો એકલો મનમાં મૂંઝાયા કર અને મર્યા પછી સહાનુભૂતિની નદીઓ જોવા આવજે. બાકી તારું કંઈ થવાનું નથી.

બસ એમ જ.