ગણેશ મહોત્સવ-2021
જિલ્લામાં ગણેશોત્સવ દરમિયાન કેમિકલયુક્ત રંગો, પાવડર
સહિતના હાનિકારક પદાર્થોના ઉપયોગ, વેચાણ, વિતરણ અને છંટકાવ પર પ્રતિબંધ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
ગોધરા, માહીતી બ્યુરોઃ આગામી તા. 10.09.2021થી ગણેશ મહોત્સવ-2021નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વિસર્જન યાત્રા દરમિયાન કેમિકલયુક્ત રંગો, પાવડર સહિતના પદાર્થોના ઉપયોગથી થતા નુકસાનની શક્યતાને ધ્યાનમાં લઈને પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એમ.ડી.ચુડાસમા (જી.એ.એસ.) દ્વારા પ્રતિબંધાત્મક જાહેર હુકમ કરવામાં આવ્યો છે. સન 1951ના ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144 અંતર્ગત મળેલ સત્તા અંતર્ગત જાહેર કરાયેલ આ હુકમ અનુસાર સમગ્ર જિલ્લામાં તા.09/09//2021થી તા. 19/09/2021 સુધી (બંને દિવસો સહિત) ગણેશ મહોત્સવ-2021 દરમિયાન શરીરના ભાગોને તથા પર્યાવરણને નુકસાન પહોંચાડે તેવા કોઈપણ પ્રકારના કલર-પાવડર, રંગો, અબીલ, ગુલાલ સહિતના કોઈપણ પ્રકારના હાનિકારક પદાર્થોના ઉપયોગ, વેચાણ, વિતરણ અને છંટકાવ પર પ્રતિબંધ રહેશે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતા-1860ની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.