કન્યાકુમારી થી કાશ્મીર સુધી સાઇકલ યાત્રાએ નીકળ્યો કેરલાનો યુવાનનું રાજપીપળામા આગમન
ગુજરાતમાં તમામ ધર્મના લોકો હળી મળી ને રહે છે , ખૂબ પ્રેમ મળ્યો : અલ અમીન
મનુષ્યનું જીવન ખૂબ નાનું , સમગ્ર ભારત ફરવાની ઈચ્છા લઈ ને નીકળ્યો છું : અલ અમીન
રાજપીપલા, તા 9
ભારતનો એક પણ નાગરિક એવો નહીં હોય જેણે સંપૂર્ણ ભારતનું ભ્રમણ કર્યું હોય કે
સંપૂર્ણ ભારત દર્શન કર્યું હોય. દરેક ની આવી ઈચ્છા હોયછે. પણ ભાગ્યેજ એવી સૌની ઈચ્છા પુરી થતી હોય છે. આવી જ એક ઈચ્છા વ્યક્ત કરી હતી કેરાલાના યુવાન
અલ અમીને. આ સાહસિક યુવાને સાયકલ પર પ્રવાસ કરીને કન્યાકુમારી થી કાશ્મીર સુધીની યાત્રા આરંભી છે.કન્યાકુમારી થી કાશ્મીર સુધી સાઇકલ યાત્રાએ નીકળેલા કેરલાનો યુવાનઅલ અમીનનું રાજપીપળામા આગમનથયું છે
હાલ આધુનિક જમાનામાં યુવા પેઢી પોતાની આગવી ઓળખ અને છાપ ઊભી કરવામાં મેહનત કરી રહી છે.ઉપરાંત અવનવા સાહસિક એડવેન્ચર માં પણ યુવાઓ રસ દાખવી રહ્યા આ સાહસિક યુવાન પોતાની સફર ના વિડિઓ શેર કરતો રહે છે. તેના યુટ્યુબ ચેનલ ઉપર પણ વિડિઓપણ જોવા મળે છે. તે આજની યુવા પેઢીને ભારત ના વિવિધ રાજ્યો સ્થળો રૂબરૂ જોવા આહવાન કરરી રહ્યો છે.
અલ અમીન સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે હું કેરાલાનો રહીશ છું. કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રાએ નીકળ્યો છું. ભારત વિવિધતાનો દેશ છે.દરેકે જોવો જોઈએ.હાલ ગુહું જરાતમાં છું.ગુજરાત વિશે પુછતા જણાવ્યું હતું કે હું એવું માનતો હતો કે આજે પણ ગુજરાતમાં હિંદુ મુસલમાન વચ્ચે અંતર છે પરંતુ અહીંયા આવીને જાણવા મળ્યું કે અહીંયા હિંદુ મુસલમાન,શીખ,ઇસાઇ તમામ ધર્મના લોકો હળીમળીને સાથે રહે છે.હું મંદિરમાં ગયો મસ્જિદોમાં રોકાયો, અને ગુરુદ્વારામાં પણ રોકાયો અને તમામ સ્થળોએથી મને ખુબ સારો આવકાર મળ્યો છે.અને ગુજરાતમાંથી મને ભરપૂર મને પ્રેમ મળ્યો છે. હવે વડા પ્રધાન નો ડ્રિમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જોવા જઈ રહ્યો છું. હું 19 વર્ષનો છું. મેનાની ઉંમરે મારી યાત્રા શરૂ કરી છે. લોકો જે તે વિસ્તારની વાતો કરે છેઅને પુસ્તકો મા વાંચી ભારતના સ્થળ જોવાની ઈચ્છા વ્યક્ત કરીએ છીએઅને પાઠ્ય પુસ્તકોમાં ભારતની ભૂગોળ પણ ભણીએછીએ. પણ એના કરતા સ્થળ પર રૂબરૂ જઈ એ અને એના વિશે અનુભૂતિ કરવી એ જ સાચું જ્ઞાન છે. ઈશ્વરે આપણને સુંદર જીવન આપ્યું છે તો એને જાણવું પણ જોઈએ અને માણવું પણ જીવન બનાવવું છે તેને આપણે માણવું જોઈએ. મન હોય તો માળવે જવાય એ ઉકતીને સાચા અર્થમાં કેરાલાના આ યુવાને સાર્થક કરી બતાવી છે. સાચા અર્થમાં
અલ અમીન અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત જરૂર બન્યો છે.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા