એચ.એ.કોલેજ ધ્વારા શિક્ષણ ઉપર
રાષ્ટ્રીય વેબીનારનું આયોજન થયુ
અખીલ ભારતીય કોલેજ મહામંડળ તથા એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે “શિક્ષણ પરિવર્તનનું એક મજબુત માધ્યમ” વિષય ઉપર નેશનલ વેબીનાર યોજાઈ ગયો. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ સચીવ એસ. જે. હૈદર તથા હિમાચલપ્રદેશ નેશનલ લો યુનિવર્સિટીના કુલપતી ડૉ.નિષ્ઠા જસવાલે વક્તા તરીકે વિચારો વ્યક્ત કર્યા હતા. સમગ્ર ભારતના ૧૩૫થી વધારે પ્રિન્સીપાલો વેબીનારમાં જોડાયા હતા. મુખ્ય વક્તા તરીકે ડૉ.નિષ્ઠા એ જણાવ્યુ હતુ કે સામાજીક જાગૃતિ, મૂલ્યનિષ્ઠ સમાજ, સંસ્કાર તથા શિસ્ત લાવવા માટે માત્ર શિક્ષણ જ અગત્યનું માધ્યમ છે. ભારત દેશના વસતી વધારાની સમસ્યાના નિવારણ માટે તથા સાનુકુળ પરિસ્થિતી ઉભી કરાવા માટે શિક્ષણ આપવુ જરૂરી છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે ભારત જેવા વિકાસશીલ દેશમાં પ્રગતી તથા વિકાસ કરવો હશે તો શિક્ષણનો વ્યાપ વધારવો પડશે. આપણા દેશમાં બેકારી તથા ગરીબીને નાબુદ કરવી હશે તો દેશના બધાજ નાગરીકોને શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા તથા આયોજન કરવુ પડશે. અખીલ ભારતીય કોલેજ મહામંડળના ટ્રસ્ટી ડૉ.જીવણ દેસાઈ તથા પ્રમુખ ડૉ.આર.કે.મહાજને પણ પ્રાસંગોચિત વક્તવ્ય આપ્યુ હતુ. આ નેશનલ વેબીનારનું સંચાલન કોલેજના પ્રા.અનુરાધા પાગેદારે કર્યું હતુ.