મધ્યપ્રદેશના ઉપરવાસમાં સારો વરસાદ થતાં નર્મદા ડેમમાં થી 74846 ક્યુસેક પાણીની આવક વધી

નર્મદા બ્રેકીંગન્યૂઝ :

નર્મદા ડેમની સપાટીમાં 1મીટર નો વધારો

મધ્યપ્રદેશના ઉપરવાસમાં સારો વરસાદ થતાં નર્મદા ડેમમાં થી 74846 ક્યુસેક પાણીની આવક વધી

નર્મદા ડેમ માં નવા નીર આવ્યાછે.

નર્મદા ડેમ ની સપાટી117.54મીટરથી વધીને 118.41 મીટર થઈ

રાજપીપલા, તા 8

છેલ્લા 24કલાક મા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં1 મીટર નો વધારોનોં ધાયો છે. ખાસ કરીને મધ્યપ્રદેશના ઉપરવાસમાં સારો વરસાદ થતાં નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. જે 74846 ક્યુસેક પાણીની આવક નર્મદા ડેમમાં થતાં ડેમની સપાટી વધવા પામી છે.

છેલ્લા કેટલાક વખત થી ગુજરાતમા અને મધ્યપ્રદેશ મા વરસાદ નહોતો તેથી નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી જવા પામી હતી પણ હાલ હવામાન વિભાગની આગાહી મુજબ ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી હોવાથી છેલ્લા 4દિવસથી ગુજરાતમાઅને મધ્યપ્રદેશમા સારો વરસાદ થયો છે

ઉપરવાસ મા સારો વરસાદ વરસતા નર્મદા ડેમ માં નવા નીર આવ્યાછે. આજે ડેમના આંકડા જોઈએ તો નર્મદા ડેમમાં પાણીની આવક વધીને 74846 ક્યુસેક થઈ છે તેની સામે જાવક 4693 કુસેક નોંધાઈ છે.હાલ નર્મદા ડેમ ની સપાટી 117.54મીટરથી વધીને 118.41 મીટર થઈછે.મધ્ય પ્રદેશના કેચમેંટ વિસ્તાર માં ધોધમાર વરસાદ પડી રહ્યો છેજેને નર્મદા મા પાણીની આવક વધવા પામી છે જે ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય નર્મદા ડેમ માં હાલ 4690 MCM લાઈવ સ્ટોરેજ છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા