આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદીઓ માટે અને તેમાં પણ ખાસ કરીને ભાઈ કે જેઓ પોતાની બહેનને યુનિક ગિફ્ટ આપવા માંગે છે તેમના માટે “રાખી એડિટ” એક્ઝિબિશનનું સુંદર આયોજન પપિલોન એમ.કે. અને તેની સાથે જોડાયેલા માનસી કંસારા અને ક્રિષ્ના પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યાં તમને એક જ જગ્યાએથી અનેક ચીજ વસ્તુઓ મળી રહેશે. જેમાં જુદા જુદા 10 સ્ટોલ પર ઓર્ગનિક પ્રોડક્ટ, ડ્રેશ મટીરીયલ, કુર્તા , પેઇન્ટિંગ, હેર એન્ડ સ્કિન કેર પ્રોડક્ટ, સારી, યુનિક પ્રકારની ગિફ્ટમાં ઉપયોગ આવે તે પ્રકારની તમામ વસ્તુઓ મળી રહેશે.
આમાં જોડાયેલા ઉદ્યોગસાહસિકોને કોરોનાની આ પ્રકારની પરિસ્થિતિમાં મદદ મળી રહે. અને આ પ્રકારના બિઝનેસ સાથે જોડાયેલા આંત્રપ્રીન્યોર જેમની પાસે પ્રોડક્ટ છે પરંતુ એક પ્લેટફોર્મની પણ જરુર છે. સ્કીલ ધરાવતા આંત્રપ્રીન્યોરને એક પ્લેટફોર્મ પર લાવી રોજગારી મળી રહે એ આશ્રયે એક્ઝિબિશનમાં વિવિધ સ્ટોલ રાખવામાં આવ્યા છે.
https://youtu.be/To-vSWQMk9U