તાન્ઝાનિયા, યુગાન્ડા, સુદાન સહિત વિવિધ દેશના કલાકારોએ પોતાના દેશની કલા અને સંસ્કૃતિના દર્શન કરાવ્યા.
પ્રવાસીઓના આકર્ષણ માટે વધુ એક નજરાણું ઉમેરાયું, જેમાં કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરદેશીય નૃત્ય સંગીત ઉત્સવ યોજાયો હતો. જેમાં ત્રણ માટે મીની વેકેશન માં પ્રવાસીઓનું સરદાર પ્રતિમા પરિસરમાં મેળાવડો યોજાયો હતો.
જેમાં કેન્દ્ર સરકારના કલ્ચરલ ડિપાર્ટમેન્ટ સાથે રાજ્યના કલ્ચરલ ડિપાર્ટમેન્ટ અને સરદાર પ્રતિમાના વહીવટદારોના સંયુક્ત ઉપક્રમે વિશ્વવન ના ખાતે ઇન્ટરનેશનલ ડાન્સ અને મ્યુઝિકલ ફેસ્ટિવલ યોજાયો હતો.
આ કલા અને સંસ્કૃતિ કાર્યક્રમ માં તાન્ઝાનિયા, યુગાન્ડા,સુદાન સહિત વિવિધ દેશના કલાકારોએ પોતાના દેશની કલા અને સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. બે દિવસથી રોજ રાત્રે થઈ રહેલા સાંસ્કૃતિક કાર્યક્રમોને નર્મદા જિલ્લા ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓ એ માન્યો હતો. વિદેશી કલાકારોએ પોતાના કલા અને સંસ્કૃતિ થી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.