કેવડીયા પોલીસ મથકમાં બળાત્કાર અને અપહરણ ની પોલીસ ફરિયાદ.

ગરુડેશ્વર તાલુકા ના સુકા ગામની સગીર કન્યાનું મોટરસાયકલ પર અપહરણ કરી કેવડીયા તેમજ અલગ અલગ જગ્યાએ લઈ જઈ સગીર કન્યા પર બળાત્કાર ગુજારાયો.

ગરુડેશ્વર તાલુકા ના સુકા ગામની સગીર કન્યાને ગામના યુવાન દ્વારા મોટરસાયકલ પર અપહરણ કરી કેવડીયા તેમજ અલગ અલગ જગ્યાએ લઈ જઈ સગીરા પર બળાત્કાર ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.આ અંગે કેવડીયા પોલીસ મથકમાં બળાત્કાર અને અપહરણ પોલીસ ફરિયાદ ભોગ બનનાર સગીર વય કન્યાના પિતાએ આરોપી હિરલભાઈ અમરતભાઈ તડવી (રહે, સૂકા, ગરુડેશ્વર )સામે ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદીની સગીર છોકરી ગત તા.4/ 2 /2020 ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે કેવડીયા કોલોની છકડા સ્ટેશન ઉપર આ કામના આરોપી હિરલભાઈ તથા તેનો મિત્ર મોટરસાઇકલ ઉપર આવી બેસાડી પટાવી, ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી મોટર સાયકલ પર બેસાડી કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરેલ ત્યાંથી અલગ અલગ જગ્યાએ લઇ જઇ તેની મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર કરી શરીર સુખ માણી રહેલા અંગે કન્યાના વાલી એ હવસખોર ઇસમ સામે બળાત્કાર ગુનાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.