રોજગાર સબસિડીની લાલચે 100થી વધુ લોકો સાથે ઠગાઇ. લોન ની ફાઈલ ચાર્જ ડિપોઝિટ પેટે 10 થી 25 હજારની ઉઘરાણી.

નર્મદા જિલ્લાના ભોગ બનેલા લોકોની પોલીસ ફરિયાદ થી તજવીજ.
અમદાવાદ બોલાવી ચેક લખી આપ્યા.
ગૌશાળા ની લોન આપવાનું કહી 50 હજાર લીધા.

નર્મદા જિલ્લાના ગામોમાં વધુ એક સરકારી સબસિડી અને યોજનાઓના નામે 100 થી વધુ લોકો સાથે છેતરપિંડી થઇ હોવાનું સામે આવ્યું છે. એનજીઓ ના બેનર હેઠળ બે શખ્સોએ આદિવાસી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા બાદ સંપર્ક કાપી નાખ્યો. લોકોએ સબસીડી ની લડાઈમાં પોતાના નાણા ગુમાવ્યા છે. છેતરાયેલા લોકોએ રાજપીપળા પોલીસ મથકમાં એજન્ટ અને સંસ્થા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
નર્મદા જિલ્લામાં 10 દિવસ પહેલા બે યુવકો બાઇક પર રાજપીપળા નજીકના જેસલપુર, રુંઢ, જીઓરપાટી, તિલકવાડા, ગરુડેશ્વર, પ્રતાપપુરા સહિત 30 થી વધુ ગામો ફરીને કોઈ પણ ધંધા રોજગાર માટે એસસી, એસટી વર્ગના લોકોને સબસીડી વાળી લોન આપવાની છે. જેમાં ખેતી, ધંધો, ગૌશાળા, પોલ્ટ્રી ફાર્મ, કોમ્પયુટર જોબવર્ક સહિતના રોજગાર માટે ઓછી વ્યાજે લોન આપવાની જાહેરાત કરીને ખેડૂતોને મેળવ્યા હતા. લોન લેવાની ઈચ્છા દર્શાવનાર ને અમદાવાદ બોલાવ્યા હતા. ફોર્મની પ્રોસેસિંગ ફી રૂપિયા 50 હજારની માંગ કરી ચેક પણ લખી આપ્યા હતા. અન્ય લાભાર્થીઓ પાસે રૂપિયા 21 થી 25 હજાર અને વધુ પૂછપરછ કરનાર આ 10000 ઉઘરાવ્યા હતા. એક અઠવાડિયા પછીનો ચેક આપ્યો હતો લાભાર્થીઓ અમદાવાદ થી ચેક લઈને આવતા રાજીના રેડ થઈ ગયા હતા. પરંતુ જ્યારે ચેક બેંક ખાતામાં નાખ્યા, ત્યારે બાઉન્સ થઇ ગયા ઉલટાના બેંક ખાતામાંથી 295 રૂપિયા કાપી લીધા હતા. બીજો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
ગામડાઓમાં જાહેરાતના પેમ્પ્લેટ નાખી પ્રલોભન આપ્યું હતું અમે તેનો સંપર્ક કર્યો જેમાં વિપુલ નામના વ્યક્તિ સાથે સંપર્ક થતાં તેને ડોક્યુમેન્ટ લઈને અમદાવાદ બોલાવ્યા હતા. અમદાવાદ કોર્પોરેશન ઓફિસ નીચે બોલાવી ડોક્યુમેન્ટ લીધા બાદ કોટેશન આપી ચેક પણ આપી દીધા હતા 7 થી 8લાખનો ચેક આપ્યા હતા. જે રાજપીપળા આવી એકાઉન્ટમાં જમા કરતા ચેક બાઉન્સ થયો હતો, જેના પગલે વિપુલનો સંપર્ક કરતા મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો – દશરથ તળવી, લાભાર્થી, જીઓરપાટી
જીયોર પાટી ના કનુ વસાવાને ગૌશાળા માટે 7.85 લાખની લોન આપી હતી જેમની પાસેથી ૫૦ હજાર જેટલા રૂપિયા લીધા હતા ડિપોઝિટ તમારા ખાતામાં થશે ક્વાટેશન મહેસાણા, વિસનગર ના ડીલર ભગવતી ફટીલાઈઝર પેસ્ટીસાઇડ નું આપ્યું હતું જે ચેક આપ્યો હતો તે દેના ગ્રામીણ ગુજરાત બેંક કચ્છની શાખાનો ચેક આપ્યો હતો.