બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :
SCRIPT_DEEPAK JAGTAP
આજે 8જૂન થી સ્ટેચ્યૂ ઓફ યુનિટીપ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લું મુકાયું.
પ્રથમ દિવસે જ 209ના ઓનલાઈન બુકિંગ થઈ જતા પ્રવાસીઓ sou પર દોડી આવ્યા
લાંબા સમયથી સ્ટેચ્યુ પર નભતા નાના મોટા ધન્ધા રોજગારને મળ્યું જીવતદાન
કોરોનાને કારણે સ્ટેચ્યુના પ્રવાસન વિભાગને થયું હતું લાખોનું નુકશાન
ટેન્ટ સીટી અને હોટલોના માલિકો પણ હવે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે તે માટે શરૂ કરી તડામાર તૈયારીઓ શરૂ
રાજપીપલા, તા8
એન્કર :
લાંબા સમયના લોકડાઉનમા બંધ રહેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજથી પ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લું મુકવામાં આવતા પ્રવાસીઓ આજે કેવડિયા ઉમટી પડ્યા હતા.જો કે હવે ઓનલાઇન બુકિંગથી ટિકિટ મળવાનું શરૂ થતા ઘણા વખતથી બંધ પડેલા નાના મોટા રોજગાર ધંધાને જીવતદાન મળ્યું હતું.લોક ડાઉનમાં કોરોનાને કારણે સ્ટેચ્યુના પ્રવાસન વિભાગને લાખોનું નુકશાનથયું હતું . ત્યારે હવે પ્રવાસીઓના આગમન થી રેંકડી લારી ગલ્લા વાળાઓના ધંધા રોજગાર શરૂ થતા રોજગારીનો નવો વિકલ્પ ખુલ્યો છે.ખાસ કરીને ટેન્ટ સીટી અને હોટલોના માલિકો પણ હવે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવેતે માટે તૈયારીઓ શરૂ કરી દીધું છે.
વી. ઓ :
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરને કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું.હવે 8મી જૂનથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાતા તંત્રએપણ તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે જે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને રમાડા હોટલ ટેન્ટ સિટી સહીત અનેક પ્રોજેક્ટોઆજથી ખુલ્લા મુકાયા હતા.
ટેન્ટ સિટી અને હોટલોના માલિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગત વર્ષે પણ કોરોનાને કારણે લાખો રૂપિયાનું નુકશાન થયું હતું અને હાલ ચાલુ વર્ષે પણ નુકશાન થયું છે. ત્યારે હવે ટેન્ટ સીટી અને હોટલોના માલિકો પણ હવે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે એવી આશા છે. ઓનલાઇન બુકિંગ સાઇડ ખૂલતાં જ પ્રવાસીઓએ બુકિંગ શરૂ કરતા બુકીંગ વધી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરમાં કેસ વધતા થોડા સમય માટે સરકાર જાહેર સ્થળો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. SOU વહીવટ તંત્ર દ્વારા ટિકિટ બુકિંગ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ હવે મ 8 તારીખ થી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરીથી ઓન લાઈન ટિકિટ બુકિંગ શરૂ થઈ જતા સુમસામ સ્ટેચ્યુ પરિસર ચેતનવંતુ બન્યું હતું.
છેલ્લા 6 મહિનાથી સ્ટેચ્યૂ બંધ રહ્યું હતુંઆ સાથે છેલ્લા કેટલા સમયથી ડરના માહોલમાં રહેલા લોકો મન હળવું કરવા પ્રવાસન સ્થળો પર આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા કોરોનાંનો કહેર ન હતો ત્યારે રોજના 10 થી 15 હજાર પ્રવાસીઓ આવતા હતા પણ ગત માર્ચ મહિનામાં કોરોનાંની પ્રથમ લહેરના કારણે લગભગ 6 મહિના સ્ટેચ્યુ બંધ રહયું હતું બીજી લહેર માર્ચ 2021 માં આવી ત્યારે આ વખતે ખુલ્લું રાખવામાં આવ્યું હતું પણ પ્રવાસીઓ નામ માત્ર આવતા હતા ત્યાર બાદ બંધ કરવામાં આવ્યું હતું પણ હવે પૂનઃ પ્રવાસીઓ આવતા 8 જૂન થી ફરી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને અન્ય આકર્ષણ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાંઆવ્યાછે.
પરંતુ હજુય પ્રવાસીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજીયાત છે આ વર્ષે કોવિડ ના કેસ વધતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોરોના ટેસ્ટ ફરજિયાત કરી દેવાયો હતો. કારણ કે આ વર્ષે બીજી લહેરમાં જે માર્ચ મહિના પછી નો સમયગાળો હતો એમાં કોરોના ના કેસો ખુબ જ વધતા હતા તેમાં એપ્રિલથી જેના કારણે કોરોના નો ટેસ્ટ ફરજીયાત કરાયો હતો .સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુઈગ ગેલેરીમાં જવા માટે ટિકિટ મર્યાદિત કરવામાં આવી હતી.અને એક દિવસમાં માત્ર 200 જ પ્રવાસીઓને વ્યુઈંગ ગેલેરી જોવાનું અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મર્યાદિત પણ કરાયું હતું .પરંતુ હવે સ્ટેચ્યુ ઓફ ઓફ યુનિટીની વ્યૂઈંગ ગેલેરી જોવાની જે ટિકિટ છે એનો કુલ 7000 ટિકિટનો સ્લોટ કરી દેવામાં આવ્યો છે સાથે સાથે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી નું અંદર જવાની ટિકિટ અનલિમિટેડ છે.
આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટેની 380 રૂપિયાની કિમતની 165 પ્રવાસીઓ વ્યુઈંગ ગેલેરી જોવાની ટિકિટ ઓન લાઈન બુકિંગ કરાવી છે અને વ્યુઈંગ ગેલેરી જોવાની 1030 રૂપિયા ની કિમતની એકસપ્રેસ ટિકિટ 22 જેટલા પ્રવાસીઓએ બુકિંગ કરાવી દીધું છે
રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા
https://youtu.be/AimoZb_5X_k