🏵️ચિંતનોનાં તેજકિરણો-૩૮
➖➖➖➖➖➖➖
🩸 મન, પોતાની સામે પડનારને હજી કદાચ માફ કરી શકે છે પણ પોતાની ઉપેક્ષા કરનારને એ જલદી માફ કરી શક્તું નથી.
🩸 ઉપયોગિતા જ જ્યાં પ્રેમનું માધ્યમ બને છે ત્યાં પ્રેમનું આયુષ્ય લાંબું હોતું નથી.
🩸 દ્વેષ કાયમ માટે સામી વ્યક્તિને આરોપીના પિંજરામાં ઊભી રાખે છે જ્યારે પ્રેમ ખુદ આરોપીના પિંજરામાં ઊભો રહેવા તૈયાર થઈ જાય છે.
પ.પૂ.આ.શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.