🎋કલ્પસૂત્રનું ઉદ્દગમ સ્થાન
〰〰〰〰〰〰〰〰
જૈનોનું મહાપર્વ પર્યુષણના પાંચ દિવસ સુધી ‘કલ્પસૂત્ર’નું વાંચન થાય છે. જેમાં મૂળ શ્વ્લોકોની સંખ્યા ૧૨૧૬ હોવાથી એ ‘બારસા’ના નામથી ઉલ્લેખાય છે. જે છેલ્લા દિવસે વંચાય છે
આ ‘કલ્પસૂત્ર’નું પ્રથમ વાંચન વડનગરમાં થયેલું
જેના વિષે શ્રી વિનય વિજયજી મહારાજ રચિત સુબોધિકા નામે કલ્પસૂત્રની ટીકાનું ગુજરાતી ભાષાંતર કરેલા ગ્રંથની પ્રસ્તાવનામાં નોંધ કરતા લખે છે કે જૈન ધર્મના ૪૫ આગમો કહેવાય છે તેમાં છેદ સૂત્રના ચોથા છેદસૂત્રનું નામ દશાશ્રુતસ્કંધ છે.
આ સૂત્ર મહાન પ્રભાવક આચાર્ય ભદ્રબાહ સ્વામીએ રચેલું છે. એમણે ‘દશાશ્રુત સ્કંધ’ના ૮મા અઘ્યયન દ્વારા પર્યુષણા કલ્પની સાથે સ્થવિરાવલી અને સમાચારી જોડીને તેનું કલ્પસૂત્ર એવું બીજું નામ આપ્યું છે.